લિમિટેડ એડિશન / શાઓમી પ્યોર ગોલ્ડ અને ડાયમંડનો ‘રેડમી K20 પ્રો સિગ્નેચર’ ફોન લોન્ચ કરશે, કિંમત રૂ. 4.80 લાખ

Xiaomi Pure Gold and Diamond to launch 'Redmi K20 Pro Signature' phone, priced at Rs. 4.80 lakhs
Xiaomi Pure Gold and Diamond to launch 'Redmi K20 Pro Signature' phone, priced at Rs. 4.80 lakhs

  • ભારતીય બજારમાં લિમિટેડ એડિશનના માત્ર 20 ફોન મૂકશે
  • દેશમાં શુદ્ધ સોના અને ડાયમંડનો બનેલો પહેલો સ્માર્ટફોન

Divyabhaskar.com

Jul 25, 2019, 07:04 PM IST

અમદાવાદ: સ્માર્ટફોન મેકર કંપની ‘શાઓમી’એ જાહેર કર્યું છે કે તે પોતાના ફ્લેગશિપ ‘રેડમી K20 પ્રો’ સ્માર્ટ ફોનની એક લિમિટેડ એડિશન બજારમાં મૂકશે. આ સ્માર્ટફોન પ્યોર ગોલ્ડ અને ડાયમંડથી બનેલો હશે. શાઓમી ઇન્ડિયાના કેટેગરી અને ઓનલાઇન સેલ્સના વડા રઘુ રેડ્ડીએ જણાવ્યું હતું કે, આ ફોનની બેક સાઈડ સોનાની બનેલી હશે અને તેમાં ડાયમંડથી ‘K’ લખેલું હશે. આ ફોનમાં અંદાજે 100 ગ્રામ જેટલું સોનું હશે. ભારતીય બજારમાં અત્યાર સુધી ગોલ્ડ કોટેડ ફોન આવ્યા છે અને તે પણ માર્યાદિત સંખ્યામાં. દેશમાં શુદ્ધ સોના અને ડાયમંડનો સ્માર્ટ ફોન લાવનાર અમે પહેલા છીએ.’

વધુ ડિમાન્ડ આવશે તો આવા વધુ ફોન બનશે
રઘુ રેડ્ડીએ કહ્યું હતુ કે હાલમાં તો આ લિમિટેડ એડિશનના માત્ર 20 ફોન ભારતીય માર્કેટમાં વેચવાનો અમારો ઈરાદો છે. આ ફોનની કિંમત રૂ. 4.80 લાખ છે. કંપની દેશમાં અલગ અલગ જગ્યાએ ‘રેડમી K20’ સિરીઝના લોન્ચિંગ સમયે આ લિમિટેડ એડિશન લોકોને બતાવી રહી છે. રઘુ રેડ્ડી કહે છે, ‘આ ફોનને લઇને અમને દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ જેવાં શહેરોમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે અને અમદાવાદમાં પણ અમે અમારા ડીલરો સાથે આની ચર્ચા કરી છે. અમને વધુ ડિમાન્ડ મળશે તો સોનાના આવા બીજા ફોનનું પણ ઉત્પાદન કરીશું.’

રેડમી K20 પ્રો સિરીઝના રેગ્યુલર ફોન માર્કેટમાં 27,999 રૂપિયાની કિંમતે વેચાય છે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર, 6.39 ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે, ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, 4000 mAh બૅટરી, ફાસ્ટ ‘સોનિક ચાર્જ’ વગેરે ફીચર્સ સામેલ છે. આ ફોન 20 મેગાપિક્સલ પોપ અપ સેલ્ફી કેમેરા અને 48 MP+13 MP+8 MP ટ્રિપલ રિઅર કેમેરા સાથે આવે છે.

રેડમી K20 સિરીઝ અને રેડમી 7A અમદાવાદમાં લોન્ચ થઈ
શાઓમીએ આજે ‘રેડમી K20’ સિરીઝના સ્માર્ટફોન્સ – ‘રેડમી K20’ અને ‘રેડમી K20 પ્રો’ને અમદાવાદ શહેરમાં લોન્ચ કર્યા હતા. શાઓમીએ તેની સાથે પોતાના તરફથી શહેરમાં સૌપ્રથમ વખત 2 વર્ષની વોરંટી સાથેના ‘રેડમી 7A’ની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત શાઓમીએ તાજેતરમાં જ લોન્ચ કરાયેલ ઇકોસિસ્ટમ પ્રોડક્ટ્સ જેમ કે ‘Mi રિચાર્જેબલ એલઇડી લેમ્પ’ અને ‘Mi બ્લ્યુટૂથ મેકબેન્ડ ઇયરફોન્સ’નું પણ નિદર્શન કર્યું છે.

X
Xiaomi Pure Gold and Diamond to launch 'Redmi K20 Pro Signature' phone, priced at Rs. 4.80 lakhs
Xiaomi Pure Gold and Diamond to launch 'Redmi K20 Pro Signature' phone, priced at Rs. 4.80 lakhs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી