લોન્ચ / શાઓમીનો Mi A3 સ્માર્ટફોન લોન્ચ થયો, કિંમત 12,999 રૂપિયા

Xiaomi Mi A3 smartphone launched, priced at Rs 12,999

  • Mi A3ને રેમ અને સ્ટોરેજને આધારે 2 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે
  • આ ફોનને એમેઝોન, Mi.com અને Miના હોમ સ્ટોર પરથી ખરીદી શકાશે
  • લોન્ચિંગ ઓફર હેઠળ  Mi A3ની ખરીદી HDFCના બેંક ક્રેડિટ કાર્ડથી કરવાથી 750 રૂપિયાનું કેશબેક મળશે

Divyabhaskar.com

Aug 23, 2019, 02:23 PM IST

ગેજેટ ડેસ્ક: ભારતમાં ચીનની સ્માર્ટફોન કંપની ‘શાઓમી’નો Mi A3 સ્માર્ટફોન લોન્ચ થયો છે. તેની કિંમત 12,999 રૂપિયા છે. ફોનમાં ગ્રેડિઅન્ટ બેક પેનલ ગ્લોસી ફિનિશ આપવામાં આવશે. વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લેવાળા આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટ-અપ, 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોનની ખાસ વાત એ છે કે, આ ફોન એન્ડ્રોઇડ બેઝ્ડ જ છે એટલે કે ફોનમાં બ્લોટવેર અને એડિશનલ Mi એપ આપવામાં આવી નથી. ભારત પહેલાં આ ફોનને સ્પેનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનને એમેઝોન, Mi.COM અને Miના હોમ સ્ટોર પરથી ખરીદી શકાશે.

શાઓમીને Mi A3ને રેમ અને સ્ટોરેજને આધારે 2 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 4 GB અને 64 GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા અને 6 GB અને 128 GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે.

ઓફર
લોન્ચિંગ ઓફર હેઠળ Mi A3ની ખરીદી HDFCના બેંક ક્રેડિટ કાર્ડથી કરવાથી 750 રૂપિયાનું કેશબેક મળશે, તેમજ EMIથી ફોનની ખરીદી પર એડિશનલ 250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ફોન સાથે એરટેલ સિમકાર્ડની ખરીદી પર 249ના રિચાર્જમાં ડબલ ડેટા અને અનલિમિટેડ કોલિંગની ઓફર પણ આપવામાં આવી રહી છે.

Mi A3 સ્માર્ટફોનનાં બેઝિક ફીચર્સ

ડિસ્પ્લે સાઇઝ 6 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ AMOLED, એચડી પ્લસ, ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન
ઓએસ એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર 2.0GHz, ઓક્ટાકોર સ્નેપડ્રેગન 655, એડ્રેનો 610
રેમ 4 GB, 6 GB
સ્ટોરેજ 64 GB, 128 GB
રિઅર કેમેરા 48+8+2 મેગાપિક્સલ
ફ્રન્ટ કેમેરા 32 મેગાપિક્સલ
સિક્યોરિટી ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર
બેટરી 4030 mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જ

ફીચર
ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં સોની IMX586 સેન્સર સાથે 48-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે, 118 ડિગ્રી વાઇડ એંગલ સાથે 8 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને ડેપ્થ સેન્સિંગ માટે 2-મેગાપિક્સલનો ત્રીજો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

X
Xiaomi Mi A3 smartphone launched, priced at Rs 12,999

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી