તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શાઓમીએ 'Mi Band 3i' બેન્ડ લોન્ચ કર્યું, કિંમત ₹ 1,299

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ બેન્ડમાં કેલરી કાઉન્ટર, કોલ રિસ્પોન્સ, સ્લીપ મોનિટર, ઇવેન્ટ રિમાઇન્ડર, અને મેસેજ વ્યૂ જેવાં ફીચર આપવામાં આવ્યાં છે
 • બ્લુટૂથ 4.0, એન્ડ્રોઇડ 4.4 અને iOS 9.0 સહિતનાં તમામ હાયર વર્ઝન પર આ બેન્ડ સપોર્ટ કરે છે
 • બેન્ડમાં 0.78 ઇંચની AMOLED ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે
 • આ બેન્ડની ખરીદી ઓફિશિયલ વેબસાઈટ, mi સ્ટોર અને ઈ-કોમર્સ સાઈટપરથી કરી શકાશે

ગેજેટ ડેસ્કઃ શાઓમી કંપનીએ ભારતમાં Mi Band 3i લોન્ચ કર્યું છે. આ બેન્ડની કિંમત 1299 રૂપિયા છે. તેનાં બ્લેક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. આ બેન્ડમાં Mi Band 3માં રહેલું હાર્ટ રેટ મોનિટર ફીચર આપવામાં આવ્યું નથી. આ બેન્ડની ખરીદી ઓફિશિયલ વેબસાઈટ, mi સ્ટોર અને ઈ-કોમર્સ સાઈટપરથી કરી શકાશે. હાલમાં તેનું પ્રિ-બુકિંગ શરૂ થઈ ગયું છે.

Mi Band 3iનાં બેઝિક સ્પેસિફિકેશન 

 • આ બેન્ડમાં 0.78 ઇંચની AMOLED ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 128x80 છે.
 • આ બેન્ડ વોટર રઝિસ્ટન્ટ છે. તે પાણીની 50મીટર સુધીની ઊંડાઈમાં 10 મિનિટ સુધી કામ કરી શકે છે.
 • બેન્ડમાં 110mAhની બેટરી આપવામાં આવી છે, જે 20 દિવસ સુધી બેકઅપ આપે છે.
 • બ્લુટૂથ 4.0, એન્ડ્રોઇડ 4.4 અને iOS 9.0 સહિતનાં તમામ હાયર વર્ઝન પર આ બેન્ડ સપોર્ટ કરે છે.
 • આ બેન્ડમાં કેલરી કાઉન્ટર, કોલ રિસ્પોન્સ, સ્લીપ મોનિટર, સ્લીપ કાઉન્ટર, ઇવેન્ટ રિમાઇન્ડર, ટાઇમર અને મેસેજ વ્યૂ જેવાં ફીચર આપવામાં આવ્યાં છે.
 • આ બેન્ડ 2.5 કલાકમાં ફુલ ચાર્જ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો