સ્માર્ટ ટીવી / રેડમી કંપનીએ પોતાનું ફર્સ્ટ 70 ઈંચનું 4K સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું, કિંમત 38 હજાર રૂપિયા

Xiaomi launches its first Redmi smart TV

  • 10 સપ્ટેમ્બરે આ ટીવીનો સેલ શરુ થશે
  • ટીવી સાથે રેડમી નોટ 8, રેડમી નોટ 8 Pro સ્માર્ટફોન પણ લોન્ચ કર્યા

Divyabhaskar.com

Sep 01, 2019, 12:04 PM IST

ગેજેટ ડેસ્ક: શાઓમી કંપનીની સબબ્રાન્ડ રેડમી પોતાનું ફર્સ્ટ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. આ 'રેડમી ટીવી' વિશે કંપનીએ ચીનમાં એક ઇવેન્ટ દરમિયાન જાહેરાત કરી હતી. કંપનીએ સ્માર્ટ ટીવીની સાથે રેડમી નોટ 8, રેડમી નોટ 8 Pro અને રેડમીબુક 14 Pro લેપટોપ પણ લોન્ચ કર્યું છે.

આ રેડમી ટીવી કંપનીનું પ્રથમ સ્માર્ટ ટીવી છે. 70 ઈંચનું આ ટીવીમાં 4K ડિસ્પ્લે હશે. તેમાં 64 બિટ ઓક્ટા-કોર પ્રોસેસર છે. સ્માર્ટ ટીવીમાં 2GB રેમ ને 16GB ઇન્ટરનલ સ્ટોરેજ ગ્રાહકોને મળશે. 29 ઓગસ્ટે આ ટીવીના પ્રિ-ઓર્ડર શરુ થઈ ગયા છે. પણ ઓપનલી આ ટીવીને કસ્ટમર 10 સપ્ટેમ્બરે કંપનીની ઓફિશિયલ ચેનલ પરથી ખરીદી શકશે.

શરૂઆતમાં આ સ્માર્ટ ટીવીની કિંમત કંપનીએ 38 હજાર રૂપિયા રાખી છે. રેડમી નોટ 8 Proએ કંપનીનો પ્રથમ સ્માર્ટફોન છે જેમાં યુઝર્સને સેમસંગનું 64 મેગાપિક્સલ GW1 સેન્સર મળશે. આ સ્માર્ટફોનની કિંમત 14 હજાર રૂપિયા છે અને રેડમી નોટ 8ની કિંમત 10 હજાર રૂપિયા છે.

X
Xiaomi launches its first Redmi smart TV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી