તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Wrong Message: No Program Or Event Can Be Done Without The Knowledge Of The System, People Started Running From The Message Flowing On Social Media After The Collector Issued The Announcement.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:ખોટો મેસેજ : તંત્રની જાણ બહાર કોઇ કાર્યક્રમ કે પ્રસંગો નહીં કરી શકાય, કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યાના સોશિયલ મીડિયા પર વહેતા થયેલા મેસેજથી લોકો દોડતા થયા

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપીલ : સંદેશા વાયરલ કરતા પહેલા તેની સત્યતા જરૂર ચકાસજો

તા.30મી સુધી કોઇપણ પ્રસંગ કે, કાર્યક્રમ ગોઠવતા પહેલા તંત્રની મંજૂરી લેવી પડશે તે પ્રકારનું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પડાયું હોવાનો મેસેજ સોશિયલ મીડિયા પર વહેતો થતાં સગાઇ, લગ્ન સહિતના કાર્યક્રમોના અાયોજકો દોડતા થયા હતા.કોરોના મહામારીના પગલે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, રમત-ગમત સહિતના કોઇપણ કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ લદાયો હતો. અનલોક બાદ તેમાં છૂટછાટ મળી છે અને લોકો કોવિડ-19ની ગાઇડલાઇનના પાલન સાથે પ્રસંગો માંડી બેઠા છે,

તેવામાં શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજે લોકોને રીતસરના દોડતા કર્યા હતા. કચ્છમાં રવિવારે સગાઇ, લગ્ન સહિતના યોજાનાર હતા અને નવેમ્બરમાં 30મી સુધી તેમજ ડિસેમ્બર મહિના પ્રથમ સપ્તાહમાં પણ લગ્નો યોજાવાના છે ત્યારે રાત્રે 12 વાગ્યા સુધીમાં સોશિયલ મીડિયાથી આ મેસેજ પહોંચતા સગાઇ, લગ્નના આયોજકોની ઊંઘ ઉડી ગઇ હતી. જો કે, આ મેસેજ ફેક હોવાનું બહાર આવતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. નવાઇની વાત તો એ છે કે, શનિવારે વાયરલ થયેલો મેસેજ બીજા દિવસે એટલે કે, રવિવારે પણ ફરતો રહ્યો હતો.

વર્તમાન સમયે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ વાયરલ થઇ રહ્યા છે તેવામાં લોકોએવાયરલ થયેલા મેસેજની સત્યતા ચકાસી, તેની પુષ્ટિ કરીને જ તેને આગળ મોકલવો જોઇએ. અત્રે એ પણ નોંધનીય છે કે, લગ્ન સહિતના કાર્યક્રમો યોજતા પહેલા સંબંધિત મામલતદારને જાણ કરવાની જોગવાઇ અગાઉથી જ નક્કી કરાઇ છે જ પરંતુ શનિવારે વહેતા થયેલા મેસેજે લગ્ન, સગાઇ સહિતના પ્રસંગો માંડી બેઠેલા લોકોને દોડતા કર્યા હતા.

આવા સંદેશાના પગલે લોકોમાં ભય
કોરોના મહામારીના પગલે લોકડાઉન દરમ્યાન માનસિક દર્દીઅોની સંખ્યામાં વધારો થયો છે. હાલે કચ્છમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે અને આવી સ્થિતિમાં વાયરલ થતા અાવા ખોટા મેસેજની લોકો પર અવળી અસર ઉભી થતી હોય છે, જેથી ખોટા મેસેજ વાયરલ કરતા લોકો સામે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા ભરવા જોઇએ તેવી પ્રબુધ્ધ નાગરિકો દ્વારા માગ ઉઠી છે.

બે દિવસથી આ મેસેજ થઇ રહ્યો છે વાયરલ
‘‘જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું 10 દિવસનું જાહેરનામું, તંત્રની જાણ બહાર કોઇ કાર્યક્રમ કે, પ્રસંગો નહીં કરી શકાય, સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, ધાર્મિક સહિતનો સમાવેશ, નિયમનું પાલન ન થતાં 188 મુજબ કાર્યવાહી કરશે તંત્ર, 30 મી નવેમ્બર
સુધી અમલમાં રહેશે જાહેરનામું.’’

સંદેશા વાયરલ કરનાર સામે પગલા ભરાશે : ડિઝાસ્ટર મામલતદાર
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મેસેજ ખોટો હોવાની પુષ્ટિ આપતા ડિઝાસ્ટર મામલતદાર સી.અાર. પ્રજાપતિઅે જણાવ્યું હતું કે, અાવા મેસેજની વહીવટી ક્ષેત્રે ચર્ચા થતી જ હોય છે અને આઅંગે તપાસ કરાવી, જવાબદાર સામે ચોક્કસ પગલા ભરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો