તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Wholesale Inflation Stood At 0.58 Percent In November, Rising For The First Time In The Last 3 Months; October Was 0.16 Percent

જથ્થાબંધ મોંઘવારી દર નવેમ્બરમાં 0.58 ટકા રહ્યો, છેલ્લા 3 મહિનામાં પ્રથમ વખત વધ્યો; ઓક્ટોબરમાં 0.16 ટકા હતો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર
  • ખાદ્ય વસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર 9.80 ટકાથી વધી 11 ટકા થયો
  • અન્ય વસ્તુઓનો મોંઘવારી દર 2.35 ટકાથી ઘટીને 1.93 ટકા રહ્યો

નવી દિલ્હીઃ જથ્થાબંધ મોંઘવારી દર નવેમ્બરમાં વધીને 0.58 ટકા રહ્યો છે. ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં વધારાથી જથ્થાબંધ મોંઘવારી દર વધુ પ્રભાવિત થયો. ખાદ્ય વસ્તુઓનો જથ્થાબંધ દર નવેમ્બરમાં 11 ટકા રહ્યો, તે ઓક્ટોબરમાં 9.80 ટકા હતો. ખાદ્ય વસ્તુઓ સિવાયની વસ્તુઓના મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. તે 2.35 ટકાથી ઘટીને 1.93 ટકા રહ્યો છે. મેન્યુફેકચર્ડ વસ્તુઓના જથ્થાબંધ રેટ નવેમ્બરમાં 0.84 ટકા ઘટ્યા. ઓક્ટોબરમાં પણ આટલો જ ઘટાડો આવ્યો હતો. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા.
જથ્થાબંધ મોંઘવારી દરમાં છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત વધારો થયો છે. ઓક્ટોબરમાં 0.16 ટકા, સપ્ટેમ્બરમાં 0.33 ટકા અને ઓગસ્ટમાં 1.17 ટકા હતો. વાર્ષિક આધાર પર સરખામણી કરવામાં આવે તો ગત નવેમ્બરમાં જથ્થાબંધ દર 4.47 ટકા હતો.

જથ્થાબંધ મોંઘવારી 3 વર્ષના ઉચ્ચ સ્તર પર 
સરકારે ગત સપ્તાહે રિટેલ મોંઘવારી દરના આંકડાઓ બહાર પાડ્યા હતા. તે નવેમ્બરમાં 5.54 ટકાએ પહોંચ્યો હતો. તેનાથી વધુ 6.07 ટકા જુલાઈ 2016માં હતો. ઓક્ટોબરમાં તે 4.62 ટકા હતો. એટલે કે સતત બીજા મહિને આરબીઆઈનું મધ્યમ સમયગાળાનું લક્ષ્ય(4 ટકા)થી વધુ રહ્યું. આરબીઆઈ મૌદ્રિક નીતીની સમીક્ષમાં વ્યાજ દર નક્કી કરતી વખતે રિટેલ મોંઘવારી દરને ધ્યાનમાં રાખે છે. આ દરમાં સતત ચોથા મહિને વધારો થયો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો