સૌરઉર્જા / અમદાવાદમાં નિર્માણાધિન  વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ લુબીની સૌરઉર્જા પ્રણાલીથી સજ્જ થશે

 Worlds Largest Cricket Stadium to Go Solar with Lubi

Divyabhaskar.com

Nov 08, 2019, 04:12 PM IST

અમદાવાદ: વર્ષ 2015ના અંત ભાગમાં સંપૂર્ણપણે તોડી પાડવામાં આવેલ અમદાવાદ સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમનું પુનઃનિર્માણનું કાર્ય પ્રગતિ હેઠળ છે અને હવે તે આ વર્ષના અંત ભાગ સુધીમાં લગભગ સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.


મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પણ જાણીતુ આ સ્ટેડિયમના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તે આશરે 1.1 લાખ બેઠકની ક્ષમતા ધરાવતું હશે, આ સાથે જ તે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે ઓળખ ધરાવતા મેલબોર્ન ક્રિકેટ મેદાનથી પણ આગળ નિકળી જશે. અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમ 54,000 બેઠકની ક્ષમતા ધરાવતું હતું. આ નવું સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનશે.


આ સ્ટેડિયમના પુનઃનિર્માણની કામગીરી જારી છે ત્યારે તમામ સ્તર પર સસ્ટેઇનેબલ પાવર યુટીલાઇઝેશનના ઉમદા ઉદ્દેશથી તેના સંકુલોમાં સૌર ઉર્જા પ્લાન્ટનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.


લુબી ઈલેક્ટ્રોનિક્સનો ભાગ ગણાતી લુબી સોલર સૂચિત રૂફટોપ સોલર પાવર પ્લાન્ટને પુરવઠો પૂરો પાડવાની તેમ જ તેની કામગીરી શરૂ કરવાને લગતી તમામ પ્રકારની જવાબદારી ધરાવશે.

આ ઉપરાંત આ પાવર હાઉસ ગાંધીનગર સ્થિત કંપનીની ઉત્પાદન સુવિધા ખાતે નિર્માણ પામેલી સૌર પેનલોથી સજ્જ હશે.


કંપનીના પ્રવક્તાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ગ્લોબલ રિન્યુએબલ એનર્જીને લગતા ધોરણોનું ચુસ્ત પાલન કરી આ સોલર પ્લાન્ટને તૈયાર કરવામાં આવ્યો છે તેમ જ કોઈ પણ પ્રકારના અવરોધો વગર મહત્તમ કાર્યદેખાવ હાંસલ કરવા માટે તે સંપૂર્ણપણે સક્ષમ છે.


આ ઉપરાંત, આશરે 3 મેગાવોટ (MW)ના સૂચિત બેકઅપ સાથે 4 મેગાવોટ (MW) લોડ ક્ષમતાથી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, તેમ પ્રવક્તાએ ઉમેર્યું હતું.


સ્ટેડિયમમાં ચાવીરૂપ યુટીલિટીઝને વીજ પૂરવઠો પૂરો પાડવા પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્રોતોનો ઉપયોગ કરવાથી પરંપરાગત વીજ સપ્લાયર્સ પરના બોજને ઓછો કરી શકાશે, આ સાથે પર્યાવરણને અનુકૂળ તેમ જ આર્થિક રીતે પરવડે તેવી વીજ સુવિધાની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરી શકાશે.


વિશ્વની કક્ષાની સુવિધાથી સજ્જ આ સ્ટેડિયમનું લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને તે આ વર્ષના અંત ભાગ સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતાં છે.


દરમિયાન આશરે 63 એકર જમીન પર પથરાયેલ આ સ્ટેડિયમ આશરે 3,000 કાર અને 10,000 દ્વિચક્રિય વાહનોના પાર્કિગ ક્ષમતા સાથે વિશાળ ક્રાઉડનું યોગ્ય સંચાલન કરી શકે તેવી અદ્યતન ડિઝાઈન ધરાવે છે.


આ સ્ટેડિયમ ચાર ડ્રેસિંગ રૂમ, 55 રૂમ, ક્લબહાઉસથી સજ્જ છે તેમ જ એક વિશાળ સ્વીમિંગ પૂલ પણ ધરાવે છે.


સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટે માર્કેટમાં ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. પણ લુબી સોલાર જ કેવી રીતે બેસ્ટ ઓપ્શન બને તેની કેટલીક હાઈલાઈટ અહીં આપી છે.

-ઉચ્ચ ગુણવતાની સાથે કાટથી બચાવે તેવા એલ્યુમિનિયમની ફ્રેમ.
-શ્રેષ્ઠ કાર્યક્ષમ સોલાર પેનલ ધરાવે છે.
-મહત્તમ વીજળીની બચત થાય છે.
-ઓછી પ્રકાશમાં આ પેનલ હાઈ પાવર આઉટપૂટ આપે છે.

X
 Worlds Largest Cricket Stadium to Go Solar with Lubi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી