• Home
  • International
  • World War II bombs dropped from Venice; 3500 people were evacuated to safety, aircraft and train services were also stopped

ઈટલી / વેનિસમાંથી દ્વિતીય વિશ્વયુદ્ધના બોમ્બનો નાશ કરવામાં આવ્યો, 3500 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા

આ બોમ્બમાં લગભગ 129 કિગ્રા. દારૂગોળો ભરેલો હતો
આ બોમ્બમાં લગભગ 129 કિગ્રા. દારૂગોળો ભરેલો હતો

  • માર્કો પોલો એરપોર્ટથી 8 કલાક માટે વિમાન સેવાઓને સ્થગિત કરવામાં આવી
  • સીવર લાઈનના રિપેરિંગ માટે ખોદકામ દરમિયાન મળેલા બોમ્બનું વજન 225 કિલોગ્રામ હતું 

Divyabhaskar.com

Feb 03, 2020, 11:26 AM IST

રોમઃ વિનસમાં દ્વિતીય વિશ્વયુદ્ધનો બોમ્બ રવિવારે દૂર કરવામાં આવ્યો. તેને ડિફ્યુઝ કરીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ માટે માર્ગેર પોર્ટની પાસેના 3,500 નાગરિકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ બોમ્બને દૂર કરવામાં આવ્યો ત્યાં સુધી ટ્રેન અને બસ સેવાઓને રોકી હતી. માર્કો પોલો એરપોર્ટથી વિમાન સેવાઓ પણ 4 કલાક માટે સ્થગિત કરવામાં આવી.

જાન્યુઆરીમાં સીવર લાઈનના રિપેરિંગ દરમિયાન થયેલા ખોદકામ દરમિયાન આ બોમ્બ મળ્યો હતો. તેનું વજન 225 કિલોગ્રામ હતું અને તેમાં લગભગ 129 કિલોગ્રામ દારૂગોળો હતો.

બે તબક્કામાં ચલાવવામાં આવ્યું ઓપરેશન

બોમ્બને દૂર કરવાના કામમાં લાગેલા સેના રેજિમેન્ટના કમાન્ડર ગિયાલુસા ડેલ્લો મોનેકોના જણાવ્યા મુજબ સાવચેતી રાખવી જરૂરી હતી. જોકે બોમ્બ ખૂબ જ જૂનો હતો પરંતુ તેમાં વિસ્ફોટ થાય તેવી શકયતા હતી. તેને શીપથી સમુદ્રમાં લઈ જવામાં પણ ખતરો હતો. રવિવારે સવારે બે તબક્કામાં આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં તમામ નાગરિકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા. બીજા તબક્કામાં બોમ હટાવવાનું કામ થયું.

X
આ બોમ્બમાં લગભગ 129 કિગ્રા. દારૂગોળો ભરેલો હતોઆ બોમ્બમાં લગભગ 129 કિગ્રા. દારૂગોળો ભરેલો હતો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી