વિશ્વ પર્યાવરણ દિવસ / ભૂટાન પ્રકૃતિને બચાવીને દુનિયાનો સૌથી ખુશ અને પ્રદૂષણમુક્ત દેશ બન્યો

World Environment Day how Bhutan became worlds most happy and clean country
X
World Environment Day how Bhutan became worlds most happy and clean country

  • દેશમાં 70 ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે
  • છેલ્લાં 20 વર્ષથી પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ છે 
  • 5 જૂને લોકો વાહનોને બદલે પગપાળા જવાનું પસંદ કરે છે

divyabhaskar.com

Jun 05, 2019, 11:19 AM IST

અજબ-ગજબ ડેસ્ક: આજનો દિવસ એટલે કે 5 જૂન દુનિયાભરમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. દુનિયાનાં 15 પ્રદૂષિત શહેરોમાં ભારતનાં 7 શહેરો સામેલ છે, પરંતુ તેના પાડોશી દેશ ભૂટાનની સ્થિતિ તદ્દન અલગ છે. ભૂટાન પ્રદૂષણમુક્ત અને સુખી દેશ છે. દેશને આ દરજ્જો આપવામાં સરકારના નિયમોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ભૂટાનનાં કુદરતી સૌંદર્યને જોઈને દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે.

ભૂટાનમાં હેપ્પીનેસ સેન્ટરનાં પ્રમુખ ડૉ. સાંગડૂએ કહ્યું કે, અહીંના લોકો પ્રકૃતિને ભગવાન સમજે છે.  આજની નવી પેઢી પણ પ્રકૃતિને સાચવે છે. ભૂટાનનો જીડીપી ભારત કરતાં ઘણો ઓછો છે પણ અહીંના લોકો પ્રસન્ન, સુખી અને પ્રકૃતિને પ્રેમ કરીને જીવન જીવી રહ્યાં છે.

1

70 ટકા ભાગમાં જંગલો

70 ટકા ભાગમાં જંગલો

ભૂટાનની સૌથી મોટી તાકાત અહીંનો જંગલ વિસ્તાર છે. આ દેશમાં હરિયાળીની કોઈ કમી નથી. પ્રકૃતિ વચ્ચે ઘેરાયેલા દેશને સૌથી વધારે ઓક્સિજન બનાવતો દેશ પણ માનવામાં આવે છે. દેશના કુલ વિસ્તારના 70 ટકા ભાગમાં જંગલો છે. આ ઉપરાંત ઊંચા પર્વતો, નદીઓનું ચોખ્ખું પાણી અને હરિયાળી અહીંની ખાસિયત ગણાય છે. ભૂટાનના જંગલો દેશમાં બનતા કાર્બન ડાયોક્સાઇડને પળવારમાં નષ્ટ કરી દે છે. જંગલને બચાવવામાં માત્ર સરકારના નિયમો જ નહીં પણ સ્થાનિક લોકોનું પણ બરાબરનું યોગદાન છે.

2

20 વર્ષથી પ્લાસ્ટિકના ઉપયોગ પર બેન

20 વર્ષથી પ્લાસ્ટિકના ઉપયોગ પર બેન

દુનિયાના લોકો અત્યારે પ્લાસ્ટિકના જોખમ વિશે જાણતાં થયા છે, જ્યારે ભૂટાન દેશ આ વાતને ઘણા વર્ષો અગાઉ સમજી ગયો હતો. વર્ષ 1999થી અહીં પ્લાસ્ટિકમાંથી બનાવેલા ઘણા સામાન પર પ્રતિબંધ છે. દરેક નાગરિક આ નિયમને અનુસરે છે. આ જ કારણોસર પ્રકૃતિને થતું પ્લાસ્ટિકનું નુક્સાન પણ ભૂટાનમાં ઓછું છે. 
 

3

પ્રથમ એવો દેશ જેણે તમાકુનાં સેવન પર નિયમો બનાવ્યા

પ્રથમ એવો દેશ જેણે તમાકુનાં સેવન પર  નિયમો બનાવ્યા

ભૂટાન દેશની મોટાભાગની નીતિ એવી હોય છે જે પર્યાવરણની સાથોસાથ લોકોનાં સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે. સિગારેટ અને ધુમ્રપાન સાથે ભૂટાનની લડાઈઓ ઘણી જૂની છે. એવું કહેવામાં આવે છે કે, વર્ષ 1729માં તમાકુ પર નિયમ લાવનારો ભૂટાન પ્રથમ દેશ હતો. 2004માં આ દેશમાં ધુમ્રપાન સંપૂર્ણપણે બેન કરવામાં આવ્યું. દેશના સરકારી નિયમ પ્રમાણે, જો કોઈ સિગારેટ કે તમાકુનું સેવન કરતું પકડાય તો તેને સીધી જેલની સજા થશે અને બેલ પણ નહીં મળે. 

4

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

ભૂટાનની સ્વચ્છતા અને હરિયાળીની ચર્ચા વિદેશોમાં પણ છે. દેશમાં ગ્રીનરી વધારવા માટે વર્ષ 2015માં 100 જવાનોએ ભેગાં મળીને એક કલાકમાં 49,672 છોડ વાવ્યા હતા. આ મામલે ભૂટાને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ વર્ષે ગયા રેકોર્ડ કરતાં 10 હજાર વધારે વૃક્ષો વાવ્યા હતા.

5

પગપાળા દિવસ

પગપાળા દિવસ

ગયા વર્ષે ભૂટાનમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ'ને 'પગપાળા દિવસ' તરીકે મનાવવાની પહેલ કરી હતી. દેશના પર્યટન વિભાગના જણાવ્યા પ્રમાણે, તે દિવસે દેશભરના શહેરી વિસ્તારોમાં વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. જો કે ઇમર્જન્સી વાહનો પર કોઈ રોક મૂકવામાં આવી નહોતી. સ્થાનિક લોકોએ પણ તે દિવસે પગપાળા જ ફરવાનું પસંદ કર્યું હતું. આ તમામ કારણોના લીધે દુનિયાભરમાં ભૂટાન દેશ સુખી અને પ્રદૂષણમુક્ત દેશ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી