કોરોના વર્લ્ડ LIVE / અત્યારસુધી 54.27 લાખ સંક્રમિત અને 3.44 લાખ મોત; રશિયામાં 24 કલાકમાં 8599 કેસ નોંધાયા, 153 લોકોના મોત થયા

રશિયાની એક તસવીર
રશિયાની એક તસવીર
ચીનના વિદેશ મંત્રી વોંગ યીએ કહ્યું અમેરિકામાં રાજકારણનો વાઈરસ ફેલાઈ રહ્યો છે.
ચીનના વિદેશ મંત્રી વોંગ યીએ કહ્યું અમેરિકામાં રાજકારણનો વાઈરસ ફેલાઈ રહ્યો છે.
અમેરિકા: પ્રતિબંધોમાં રાહત પછી કેલિફોર્નિયાના હટિંગટન બીચ ઉપર લોકો ઉમટી પડ્યા હતા.
X
રશિયાની એક તસવીરરશિયાની એક તસવીર
ચીનના વિદેશ મંત્રી વોંગ યીએ કહ્યું અમેરિકામાં રાજકારણનો વાઈરસ ફેલાઈ રહ્યો છે.ચીનના વિદેશ મંત્રી વોંગ યીએ કહ્યું અમેરિકામાં રાજકારણનો વાઈરસ ફેલાઈ રહ્યો છે.

  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 54.18 લાખ કેસ નોંધાયા, 3.44 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
  • વિદેશ મંત્રીએ કહ્યું- અમેરિકાની અમુક રાજકીય શક્તિઓ બન્ને દેશના સંબંધોને પોતાની પકડમાં લઈ લીધા છે
  • અમેરિકામાં 16 લાખ 66 હજાર 828 કેસ નોંધાયા, જેમાં 98 હજાર 683 લોકોના મોત

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 09:45 PM IST

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 54.27 લાખથી વધારે કેસ નોંધયા છે. 3.44 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 22.54 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.ચીનના વિદેશ મંત્રી વોંગ યીએ રવિવારે કહ્યું કે અમેરિકા ચીન સાથેના સંબંધોને નવા કોલ્ડ વોર તરફ લઈ જઈ રહ્યું છે. આ ઈતિહાસના વ્હીલને ફેરવવાની ખતરનાક કોશિશ છે. બન્ને દેશ વચ્ચે હંમેશા સહયોગની પરંપરા રહી છે. આવું કોરોના સંકટના સમયે પણ જોવા મળ્યું. અમે કોરોના સામે લડવા માટે અમેરિકાને મેડીકલ સાધનો મોકલ્યા. 12 અબજથી વધારે માસ્ક અમેરિકા મોકલી ચૂક્યા છીએ. અફસોસ છે કે ત્યાં રાજકીય વાઈરસ ફેલાયેલો છે.

રશિયાની હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે લઈ જવાઈ રહ્યો છે.

યુરોપમાં દર્દીઓની સંખ્યા 19 લાખ નજીક, રશિયામાં સૌથી વધારે 3.44 લાખ કેસ

કોરોના વાઈરસની સૌથી વધારે અસર યુરોપમાં થઈ છે. યુરોપમાં સંક્રમણનો આંકડો 18 લાખ 94 હજાર 967 પહોંચી ગયો છે. આ કુલ આંકડાનો 35% છે. યુરોપમાં સૌથી વધારે કેસ રશિયામમાં 3.44 લાખ નોંધાયા છે. WHO મુજબ વિશ્વભરમાં 24 કલાકમાં 1 લાખ 9 હજાર કેસ નોંધાયા છે અને 5600 લોકોના મોત થયા છે.

બ્રાઝીલના એક કબ્રસ્તાનમાં કોરોનાથી મોતને ભેટનાર વ્યક્તિના મૃતદેહને દફનાવવામાં આવી રહ્યો છે.

બ્રાઝીલ સંક્રમણમાં બીજા નંબરે

બ્રાઝીલ સંક્રમણની બાબતમાં બીજા નંબરે આવી ગયું છે. અહીં 3.49 લાખથી વધારે કેસ નોંધાયા છે અને 22 હજાર 165 લોકોના મોત થયા છે. 

ટ્રમ્પ ગોલ્ફ રમતા વિવાદ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 75 દિવસમાં પ્રથમવાર ગોલ્ફ રમવા માટે પોતાના પ્રાઈવેટ ગોલ્ફ કોર્સ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે રહેલા સીક્રેટ સર્વિસના એજન્ટોએ માસ્ક પહેર્યા હતા, પરંતુ રાષ્ટ્રપતિ માસ્ક વગર નજરે પડ્યા હતા. મહામારી વચ્ચે તેઓ ગોલ્ફ રમવા જતા વિવાદ સર્જાયો છે.

75 દિવસમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ ગોલ્ફ રમવા માટે પોતાના પ્રાઈવેટ ગોલ્ફ કોર્સ પહોંચ્યા હતા.

અમેરિકામાં એક દિવસમાં 1127 લોકોના મોત, મૃત્યુઆંક 99 હજાર નજીક

અમેરિકામાં અત્યાર સુધીમાં 16 લાખ 66 હજાર 828 કેસ નોંધાયા છે, જેમાં 98 હજાર 683 લોકોના મોત થયા છે. 4.47 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં એક દિવસમાં 1127 લોકોના મોત થયા છે. ન્યૂયોર્કમાં કુલ કેસ 3 લાખ 69 હજાર 656 નોંધાયા છે અને અહીં 29 હજાર 112 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક રાજ્યમાં એક દિવસમાં 84 લોકોના મોત થયા છે. ન્યૂયોર્કમાં માર્ચ મહિના પછી પ્રથમવાર એક દિવસમાં મરનારની સંખ્યા 100થી ઓછી છે.

અમેરિકા: કેલિફોર્નિયામાં દર્દીને હોસ્પિટલ લઈ જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

સંક્રમણની દ્રષ્ટિએ કેનેડા ચીનથી આગળ થઈ ગયું, ચીન 14માં નબરે જતું રહ્યું
સંક્રમણની બાબતમાં કેનેડા ચીનથી આગળ થઈ ગયું છે. કેનેડામાં 83 હજાર 621 કેસ નોંધાયા છે, જ્યાર ચીનમાં 82 હજાર 974 કેસ નોંધાયા છે. ભારત સંક્રમણમાં 11માં નંબરે, પાકિસતાન 19માં નંબરે અને 32 હજાર કેસ સાથે બાંગ્લાદેશ 25માં નંબરે આવી ગયું છે.

ઈટાલીમાં 32 હજાર 735 લોકોના જીવ ગયા
ઈટાલીમાં 24 કલાકમાં 119 લોકોના મોત થયા છે. અહીં મૃત્યુઆંક 32 હજાર 735 થયો છે. પોઝિટિવ કેસનો આંકડો 2.29 લાખે પહોંચ્યો છે. દેશમાં 1.39 લાખને સારવાર પછી રજા અપાઈ છે.

ઈટાલીમાં બોરગેજ ગેલેરીને ફરી ખોલવામાં આવી છે. લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગ અને સાફ-સફાઈ રાખવાનું કહેવાયું છે.

સ્પેનમાં મૃત્યુઆંકમાં ઘટાડો

સ્પેનની વોક્સ પાર્ટીએ કોરોના વાઈરસ સામેની લડાઈને લઈને સરકાર વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

સ્પેનમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં નવા મોત અને કેસમાં ઘટાડો થયો છે. અહીં 24 કલાકમાં 48 લોકોના મોત થયા છે અને 466 કેસ નોંધાયા છે. સ્પેનમાં 2.82 લાખ સંક્રમિત છે, જ્યારે 28 હજાર 678 લોકોના મોત થયા છે.

કયા દેશમાં આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 16,66,828 98,683
બ્રાઝીલ 349,113 22,165
રશિયા 335,882 3,388
સ્પેન 282,370 28,678
બ્રિટન 257,154 36,675
ઈટાલી 229,327 32,735
ફ્રાન્સ 182,469 28,332
જર્મની 179,986 8,366
તુર્કી 155,686 4,308
ઈરાન 133,521 7,359
ભારત 131,423 3,868
પેરુ 115,754 3,373
કેનાડા 83,621 6,355
ચીન 82,974 4,634
સાઉદી અરબ 70,161 379
મેક્સિકો 65,856 7,179
ચીલી 65,393 673
બેલ્જિયમ 56,810 9,237
પાકિસ્તાન 52,437 1,101
નેધરલેન્ડ 45,064 5,811
કતાર 42,213 21
બેલારુસ 35,244 194
સ્વિડન 33,188 3,992
બાંગ્લાદેશ 32,078 452
ચીલીમાં ક્વોરન્ટિનમાં રહેનાર લોકોને સરકારની મદદ ન મળવાથી વિરોધ પ્રદર્શન થયું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી