કોરોના વર્લ્ડ LIVE / વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન, 3.20 લાખ લોકોને ઘર બહાર નહીં નિકળવા સલાહ

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રતિબંધોમાં છૂટ આપતા પહેલા દિવસે લોકો એપલ સ્ટોર પહોંચ્યા. આ સમયે લોકો માસ્ક પહેરીને જોવા મળતા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી લાઈનમાં દેખાતા હતા
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રતિબંધોમાં છૂટ આપતા પહેલા દિવસે લોકો એપલ સ્ટોર પહોંચ્યા. આ સમયે લોકો માસ્ક પહેરીને જોવા મળતા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી લાઈનમાં દેખાતા હતા
અમેરિકાના હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
X
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રતિબંધોમાં છૂટ આપતા પહેલા દિવસે લોકો એપલ સ્ટોર પહોંચ્યા. આ સમયે લોકો માસ્ક પહેરીને જોવા મળતા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી લાઈનમાં દેખાતા હતાઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રતિબંધોમાં છૂટ આપતા પહેલા દિવસે લોકો એપલ સ્ટોર પહોંચ્યા. આ સમયે લોકો માસ્ક પહેરીને જોવા મળતા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી લાઈનમાં દેખાતા હતા

  • અમેરિકાના હેલ્થ એક્સપર્ટ ડો. ફૌસીએ કહ્યું- દેશમાં ટૂંક સમયમાં જ દરરોજ એક લાખ કેસ નોંધાશે
  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 1.06 કરોડ લોકો સંક્રમિત છે, તે પૈકી 58 લાખથી વધુ લોકોના સારું થઈ ગયું
  • સૌથી વધારે અસરગ્રસ્ત અમેરિકામાં 27.27 લાખ સંક્રમિત, જ્યારે 1 લાખ 30 હજાર મોત થયા

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:16 PM IST

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 6 લાખ 14 હજાર 957 કેસ નોંધાયા છે. જેમાં 5 લાખ 14 હજાર 629 લોકોના મોત થયા છે. 58 લાખ 24 હજાર 883 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના બીજા ક્રમનું સૌથી મોટું શહેર મેલબોર્ન શહેરમાં ફરી વખત લોકડાઉન કરવામાં આવ્યુ છે. અહીં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીં આશરે 3.20 લાખ લોકોને તેમના ઘરમાંથી બહાર નહીં નિકળવા સલાહ આપવામાં આવી છે. લોકડાઉન બુધવાર મધ્યરાત્રીથી એટલે કે 12 વાગ્યાથી લાગૂ થશે.

મેલબોર્નમાં લોકડાઉન ચાર સપ્તાહ માટે લગાવવામાં આવ્યુ છે. શહેર સાથે જોડાયેલી તમામ ફ્લાઈટને રદ્દ કરી દેવામાં આવી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે.

અમેરિકામાં 27.28 લાખ કેસ નોંધાયા છે. 1.30 લાખ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 11.44 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના અમુક રાજ્યોમાં સંક્રમણના કેસ વધ્યા છે. હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ મંગળવારે કહ્યું કે લોકો લાપરવાહી કરતા રહ્યા તો ટૂંક સમયમાં દરરોજ એક લાખ કેસ નોંધાશે. તેમણે કહ્યું કે હાલ દરરોજ 40 હજાર કેસ નોંધાય છે. મહામારી હજુ  આપણી વચ્ચે ખતમ થઈ નથી. 

ટ્રમ્પે કહ્યું-ચીન માટે મારો ગુસ્સો સતત વધતો જશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે જેમ જેમ કોરોના કેસ વધતા જશે તેમ -તેમ તેમનો ગુસ્સો ચીન માટે વધતો જશે. ટ્રમ્પે ટ્વિટ કર્યું- જે પ્રમાણે તે જોઈ રહ્યા છે, મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. અમેરિકાને પણ ઘણુ નુકસાન થયું છે. હું ચીન પ્રત્યે મને ઘણો ગુસ્સો છે. લોકો તેને જોઈ શકે છે અને અહેસાસ કરી શકે છે.

દરરોજ 1 લાખ કેસ સામે આવી શકે છેઃ ડો.ફૌસી
અમેરિકાના કેટલાક રાજ્યોમાં ફરી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ મંગળવારે કહ્યું કે લોકો જો લાપરવાહી કરશે તો ટૂંક સમયમાં દરરોજ 1 લાખ કેસ આવી શકે છે. ડો.ફૌસીએ કહ્યું- હાલમાં દરરોજ 40 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. મહામારી આપણી વચ્ચેથી ખતમ થઈ નથી.સંક્રમણના કેસમાં સતત વધારો થતો જઈ અમેરિકાના કેલિફોર્નિયા, ટેક્સાસ જેવા 16 રાજ્યને ફરી ખોલવાની યોજનાને રદ્દ કરવામાં આવી છે.

src="https://images.bhaskarassets.com/web2images/960/2020/07/01/7301593573531_1593590226.jpg" />

રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડન.

બાઈડન ચૂંટણી સભા નહીં કરે
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડને કહ્યું છે કે મહામારીના કારણે તેઓ રેલી નહીં કરે. મારામારીને લઈને ડોક્ટરના આદેશોનું તે પાલન કરશે. તે માત્ર મારા માટે નહીં પરંતુ દેશ માટે સારુ હશે.

10 દેશ ઉપર સૌથી વધારે અસર

દેશ

કેસ મોત કેટલા સાજા થયા
અમેરિકા 27,27,853 1,30,122 11,43,334
બ્રાઝીલ 14,08,485 59,656 7,90,040
રશિયા 6,47,849 9,320 4,12,650
ભારત

5,85,210

17,410

3,47,836

બ્રિટન 3,12,654 43,730 ઉપલબ્ધ નથી
સ્પેન 2,96,351 28,355 ઉપલબ્ધ નથી
પેરુ 2,85,213 9,677 1,74,535
ચીલી 2,79,393 5,688  2,41,229
ઈટાલી 2,40,578 34,767 1,90,248
ઈરાન 2,27,662 10,817 1,88,758

*આ આંકડા https://www.worldometers.info/coronavirus/  પરથી લીધા છે.

અમેરિકા: ચાર રસીને ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી
અમેરિકાએ કોરોના વાઈરસની રસી બનાવવાના કામે લાગેલી ચાર ટીમને રસીની ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પ્રમુખ સ્ટીફન હાને આ જાણકારી આપી હતી.

ચીનમાં કુલ 83 હજાર 534 કેસ
ચીનમાં મંગળવારે કોરોના વાઈરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. અહીં કુલ કેસ 83 હજાર 534 થયા છે. અહીં કુલ 4634 લોકોએ જીવ ગુમાવ્યા છે.

મોસ્કોમાં પોલિંગ સ્ટેશનને ડિસઈન્ફેક્ટ કરતો કર્મચારી. દેશમાં સંવિધાનમાં ફેરફાર કરવા માટે વોટિંગ કરાવાઈ રહ્યું છે.

રશિયા: મોસ્કોમાં અત્યાર સુધી 3831 લોકોના મોત
મોસ્કોમાં છેલ્લા 24 કલાકમાં 35 લોકના મોત થયા છે. આ સાથે અહીં કુલ 3831 લોકોના મોત થયા છે. મંગળવારે અહીં 745 નવા કેસ નોંધાયા હતા. રશિયામાં 6 લાખ 47 હજાર 849 કેસ નોંધાયા છે અને 9,320 લોકોના મોત થયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી