તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરાનગતિ:નસવાડીના સરકારી કવાર્ટરમાં રહેતા કર્મીઓ દૂષિત પાણી અને મચ્છરના ઉપદ્રવથી હેરાન

નસવાડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી ટાઉનના 18 ક્વાર્ટર બિલડીગ આગળ જ ભારે ગંદકી હોય ભૂંડો ગંદકીમાં ફરે છે તેની તસવીર.
  • એક વર્ષથી ક્વાર્ટર પાસેની ગંદકી તરફ તંત્ર ધ્યાન આપતું નથી

નસવાડી તાલુકાની સરકારી કચેરીમા વર્ગ 2 અને 3ના કર્મચારીઓ ફરજ બજાવે છે. તેમને રહેવાની સુવિધા માટે નસવાડીના બજાર વિસ્તારમા સરકારી 18 કવાર્ટરનું બિલ્ડિંગ આવેલ છે. અંદાજીત 50 વર્ષ જૂનું બિલડીગ સરકારી કર્મચારીઓને રહેવા માટે બનાવેલ છે. જેમાં કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહે છે અને ભાડું નિયમ મુજબ પગારમાંથી કપાતું હોય છે. પરંતુ આ કવાર્ટરમા જરૂરી મેન્ટેનન્સ થતું નથી. જેને લઈ સરકારી કર્મચારીઓ ભારે દુઃખ ભોગવી રહ્યા છે અને જીવના જોખમ સમાન બનેલા કવાર્ટરમા કર્મચારીઓ રહે છે. પરંતુ સ્વચ્છતા અને ગંદકીની સફાઈના નામે મીન્ડું છે.

કવાર્ટરના મુખ્ય દરવાજા આગળ ભારે ગંદકી છે. કારણ કે ગટરના પાણીની કુંડી ભરાઈ ગઈ હોય કોઈ ધ્યાન આપતું નથી. આ કુંડી ભરાયા બાદ સતત એક વર્ષથી ઉભરાયને પાણી કવાર્ટર આગળ ભરાય છે. જેમાં ગંદકી થઈ હોય મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. સાથે ભૂંડો પણ આ ગંદકીમા રહેતા હોય સરકારી કર્મચારીઓને ગંદકીનો ત્રાસ છે. કવાર્ટરમાં કર્મચારીના પરિવારોને વધુ મુશ્કેલી છે. લાઈટો પણ ચાલુ નથી સફાઈનો અભાવ છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગ ધ્યાન આપતું નથી. સાથે ચૂંટણીના સમયે આ કવાર્ટરમા રહેતા કર્મચારી પણ મતદાન કરતા હોય છે.

એટલે ગ્રામ પંચાયત પણ આ ગંદકીની સફાઈ બાબતે ધ્યાન આપવું જોઈએ. પરંતુ કોઈને કઈ પડી નથી. તેમ બધું ચાલ્યા કરે છે. બાજુમા નસવાડી મામલતદાર, ટીડીઓ કવાર્ટરમા રહેતા હોય ઉચ્ચ અધિકારીઓ પણ તેમની કચેરી કામ કરતા કર્મચારી હોય છતાંય તેમના પ્રશ્ન હલ થતા ન હોય તેનું કારણ કયું? કે પછી આ અધિકારીઓનું પણ કોઈ સાંભળતું નથી એમ લાગી રહ્યું છે. કોરોના વાયરસની મહામારીમા કોરોના વોરિયર્સ તરીકે કચેરીમા ફરજ બજાવતા કર્મચારીના કવાર્ટર આગળ ગંદકીથી કોરોના વોરિયર્સ ઝઝૂમી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર, ડીડીઓ તત્કાલ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. તંત્ર ધારે તે કરી શકે. પરંતુ પ્રશ્ન હલ થતા નથી જેને લઈ સરકારી કર્મચારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો