પાલનપુર / એરોમા સર્કલ પર પાણી નિકાલ માટે બનેલી મોટી કેનાલો પૂરી રસ્તા પહોળા કરવાની કામગીરી શરૂ

Work on widening the road to complete a large canal built for drainage at Aroma Circle

  • સરકારના તમામ વિભાગો સર્કલ ફરતે 2 કલાક ફરીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી

Divyabhaskar.com

Dec 14, 2019, 08:58 AM IST
પાલનપુરઃ એરોમાં સર્કલ પર શુક્રવારથીજ તંત્ર એક્શન મોડમાં આવી સર્કલ પરના અડચણરૂપ લારી ગલ્લા કેબીન હટાવી વર્ષો અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી કેનાલો પુરી રસ્તા પહોળા કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. સાથે સાથે અધિક કલેકટરએ તમામ વિભાગોના કર્મીઓને લઈ સર્કલ ફરતે 2 કલાક ફર્યા બાદ હનુમાન ટેકરી પરના ટ્રાફિક નિવારણ કરવા ચર્ચા વિચારણા હાથ ધરી હતી.જેમાં શહેરમાં જવા માટેનો મુખ્ય માર્ગ વધુ પહોળો કરવા, કોલેજ બહારના વાહનો રેલિંગ તોડીને અંદર મુકવા,મુખ્ય ફૂટપાથ તોડી નાની કરવા માર્ગ અને મકાન વિભાગને તાકીદ કરાતા કામગીરીનો આરંભ કરાયો હતો.
પાલનપુરના સૌથી પેચીદા એરોમા સર્કલના આંટીઘૂંટી વાળા ટ્રાફિકને હળવો કરવા માટે પાછલા કેટલાક દિવસોથી વહીવટીતંત્ર દ્વારા સ્થળ તપાસ અને બેઠકો કરાયા બાદ શુક્રવારથી તંત્ર એક્શન મોડ પર જોવા મળ્યું હતું.ગુરૂવાર સાંજની બેઠકમાં. પ્રેઝન્ટેશન દર્શાવી અધિક કલેક્ટરે પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કર્યા હતા.
કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વિના કે દબાણમાં આવ્યા વિના નડતરરૂપ તમામ દબાણો હટાવવા પાલિકા માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી સંયુક્ત રીતે કામે લાગ્યું હતું.શુક્રવારે સૌપ્રથમ પેટ્રોલ પંપ આગળનું મસમોટું લોખંડનું પાર્લર જેસીબી દ્વારા ઉઠાવીને સાઈડમાં મુકી દેવાયું હતું. પેટ્રોલ પંપની સામે આવેલી મુખ્ય કેનાલ અને ફૂટપાથ તોડીને પુરી રોડ પહોળો કરી દેવાયો હતો. એક તરફ માર્ગ અને મકાન વિભાગ અને પાલિકાની ટીમ દ્વારા રસ્તા પરના કેબીન હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.તો બીજી તરફ સંબંધિત વિભાગના અધિકારીઓ તમામ લોકેશન પર જઈને બે કલાક સુધી ફર્યા બાદ હનુમાન ટેકરી પરના ટ્રાફિક નિવારણ કરવા ચર્ચા વિચારણા કરી હતી.
હનુમાન ટેકરીથી શહેર તરફ જવા જીઇબી આગળનો બગીચો તોડાશે,ડીસાથી આબુરોડ માટે સર્વિસ રોડ પહોળો કરાશે
પાલનપુર શહેરના પ્રવેશ માટેનો સર્વિસ રોડ મુખ્ય રોડ બને તે માટે ફૂટપાથ હટાવવા ઉપરાંત વીજ કચેરી આગળનો બગીચો તોડી રસ્તો પહોળો કરાશે.ડીસાથી દર કલાકે હજારો વાહનો આબુ રોડ તરફ ફંટાય છે પરંતુ સર્વિસ રોડ નાનો હોવાથી તકલીફ પડે છે.જેથી સર્વિસ રોડ પહોળો કરી જેટકોની ઇમારત આગળનો કોટ તોડી સર્કિટ હાઉસ આગળના ઝાડ હટાવી આબુ રોડ તરફ ભારે વાહનોને વળાંક આપવામાં આવશે.
X
Work on widening the road to complete a large canal built for drainage at Aroma Circle

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી