રામમંદિર નિર્માણ / અયોધ્યામાં રામમંદિરના પથ્થરોને સાફ કરવા હોળી પર ગુજરાતથી મહિલાઓ જશે

અયોધ્યા મંદિરમાં બિરાજમાન રામલલા.
અયોધ્યા મંદિરમાં બિરાજમાન રામલલા.

  • રામમંદિર નિર્માણના સુપરવાઈઝર અનુભાઈ સોમપુરાએ જણાવ્યું કે, આ મહિલાઓ ભોઈ સમાજની હશે
  • તમામ મહિલાઓને દિવસના 400 રૂપિયા લેખે આપવામાં આવશે
  • અત્યાર સુધીમાં 40% પથ્થરની સાફ -સફાઈ કરવામાં આવી
  • પૌરાણિક પથ્થરોની સફાઈ કરવાના કાર્ય સાથે આશરે 1200થી વધુ મહિલાઓ સંકળાયેલી  છે

Divyabhaskar.com

Mar 02, 2020, 03:00 AM IST
સંકેત ઠાકર, અમદાવાદ: અયોધ્યા રામમંદિરના નિર્માણ કાર્યમાં માટે ગુજરાતમાંથી 8થી વધુ મહિલાને અયોધ્યા મોકલવામાં આવશે. રામમંદિરના નિર્માણના સુપરવાઈઝર અનુભાઈ સોમપુરાના જણાવ્યા અનુસાર હોળીના 2 દિવસ પહેલા મંદિરનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ટ્રસ્ટીઓના આદેશ મુજબ શહેરની 8થી વધુ મહિલાઓને મંદિરના સફાઈ માટે અયોધ્યા લઈ જવામાં આવશે. આ તમામ મહિલાઓ મંદિરની અંદર જૂના પથ્થરની સફાઈ કરશે. મંદિરમાં લાગેલા તમામ પથ્થર જૂના છે. આ તમામ મહિલાઓને દિવસના 400 રૂપિયા લેખે આપવામાં આવશે. અત્યાર સુધીમાં 40 % પથ્થરની સાફ -સફાઈ કરવામાં આવી ગઈ છે, પરંતુ બાકી તમામ પથ્થરની સાફ-સફાઈનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મંદિરની અંદર જે સ્થંભ તૈયાર થશે, તે રાજસ્થાનના શિહોરી ડિસ્ટ્રિક્ટમાં તૈયાર કરવામાં આવશે. તેમ જ મંદિરની બહારની દીવાલના અયોધ્યામાં જ તૈયાર કરવામાં આવે છે.
વર્ષોથી ભોઈ સમાજની મહિલાઓ પથ્થર સફાઈ કાર્યમાં જોડાયેલી છે
અમદાવાદના દિલ્લી દરવાજા વિસ્તારમાં રહેતા ભોઈ સમાજની મહિલા દ્વારા જૂના પૌરાણિક પથ્થરોની સફાઈ કરવામાં આવે છે. આ કાર્ય સાથે આશરે 1200થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. દેશમાં જેટલા મોટા મોટા જૂના પથ્થર છે, તેનું સફાઈનું કાર્ય આ સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. અયોધ્યામાં ભોઈ સમાજની મહિલાઓ આ તમામ કાળા પડેલા પથ્થર પર એમરીનો ઉપયોગ કરીને ગુલાબી પથ્થર બનાવશે. અયોધ્યા રામમંદિરની લાદી બંસી પહાડપુરના પથ્થરોમાંથી તૈયાર કરાઈ છે. આ પથ્થર સેમસ્ટોન (રેંટિયો પથ્થર) તરીકે પણ ઓળખવામાં આવે છે.
અયોધ્યાના મુખ્ય પૂજારીએ કહ્યું- મુશ્કેલીથી ખર્ચ કાઢી રહ્યા છીએ
અયોધ્યામાં 4 મહિનામાં ઘણું બધું બદલાઈ ગયું છે. જેમ કે, શ્રી રામલલ્લા ક્યારે, ક્યાં, કેટલી જગ્યામાં બિરાજમાન થશે. ત્યાં સુધી કે દર્શનાર્થીઓની સંખ્યા અને ચઢાવો પણ આશરે બમણો થઈ ગયો છે. રામલલ્લાની પૂજા અને ભોગનું બજેટ અત્યારે પહેલા જેવું જ છે. ભોગમાં હવે રોટલી, શાક, ખીર ચઢાવાઈ રહી છે. પૂનમ અને અમાસે પૂરી-શાક, ખીર અને એકાદશીએ ફળાદાર, ખીરનો ચઢાવો કરાવાય છે. શ્રીરામલલ્લાના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, ‘1992થી અત્યાર સુધી કોઈ સંગઠન, સંસ્થા, કોઈ સંત કે મહંતે શ્રીરામલલ્લાના પૂજન, ભોગ અને વસ્ત્ર વગેરેની ચિંતા નથી કરી. મંદિર નિર્માણ સુધી શ્રીરામલલ્લાને કાચના બુલેટપ્રૂફ અસ્થાયી મંદિરમાં લઈ જવાની તૈયારી ચાલી રહી છે. આશા છે કે, ત્યાં સુધી આ વ્યવસ્થા સુધરે.’ સત્યેન્દ્ર દાસ ફરી એકવાર ‘બિલ વાઉચર’ રજૂ કરીને ફેબ્રુઆરીનો ખર્ચ માંગવાની તૈયારી કરી રહ્યા છે.
રામલલ્લા પાસે 28 જોડી જ વસ્ત્ર, જે પૂરતા નથી
શ્રીરામલલ્લા પાસે 28 જોડી વસ્ત્ર છે, પરંતુ તે પૂરતા નથી. દાસે કહ્યું કે, ગયા વર્ષે રામનવમીએ રૂ. 55 હજાર ખર્ચ થયા હતા. અમે વાઉચર આપ્યા, પરંતુ રૂ. 52 હજાર જ મંજૂર થયા. આ વખતે રામનવમીએ રૂ. 60 હજારનો ખર્ચ થવાની શક્યતા છે.
X
અયોધ્યા મંદિરમાં બિરાજમાન રામલલા.અયોધ્યા મંદિરમાં બિરાજમાન રામલલા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી