રિસર્ચ / સાથે રહેતી મહિલાઓને સમાન દિવસે માસિક આવે છે

Women living together get monthly on the same day

  • એકસાથે રહેતી મહિલાઓને તેમના માસિકચક્રના (મેન્સ્ટ્રુએશન સાયકલ, પિરિઅડ્સ) દિવસો સમાન થઈ જતા હોય છે
  • પીરિઅડ્સ સિંકિંગને મેન્સ્ટ્રુઅલ, મેકક્લિંટોક ઈફેક્ટ પણ કરે છે.
  • મહિલા બીજી મહિલાના સંપર્કમાં વધારે રહેતી હોય જેમને માસિક આવતું હોય તો બંનેના માસિકના દિવસો સમાન થઈ જાય છે

Divyabhaskar.com

Dec 03, 2019, 01:22 PM IST

દિવ્યશ્રી ડેસ્ક. એકસાથે રહેતી મહિલાઓને તેમના માસિકચક્રના (મેન્સ્ટ્રુએશન સાયકલ, પિરિઅડ્સ) દિવસો સમાન થઈ જતા હોય છે. આ બાબતને મોટાભાગની મહિલાઓ અને છોકરીઓએ અનુભવી હશે. પરંતુ શું માસિકના દિવસો એક સમાન થઈ જવાની ઘટનાની પાછળ કોઈ લોજિક છે?

શું છે પીરિઅડ્સ સિંકિંગ
ઘણી મહિલાઓ માનતી હોય છે કે જે છોકરીઓ સાથે વધારે સમય પસાર કરે છે તેમને સમાન દિવસોમાં માસિક આવે છે. પીરિઅડ્સ સિંકિંગને મેન્સ્ટ્રુઅલ, મેકક્લિંટોક ઈફેક્ટ પણ કરે છે.

'ફેરોમોન્સ' પણ કારણ છે
એવું માનવામાં આવે છે જ્યારે એક મહિલા બીજી મહિલાના સંપર્કમાં વધારે રહેતી હોય જેમને માસિક આવતું હોય તો બંનેના માસિકના દિવસો સમાન થઈ જાય છે. શરીરમાંથી નીકળતા ફેરોમોન્સ (એક પ્રકારનું બોડી કેમિકલ)ના કારણે થાય છે આવું થાય છે. એટલે કે, જો મહિલાઓ માનતી હોય કે ખરેખર તેમના માસિકચક્રનો સમયગાળો એક સમાન છે તો તે યોગ્ય છે. જો કે, મેડિકલ લિટરેચરની પાસે કોઈ નક્કર પુરાવા નથી જે આ સાબિત કરી શકે.


મેકક્લિન્ટોક ઇફેક્ટ શું છે
માસિકચક્રના દિવસો એક સમાન હોવાની વાત મહિલાઓમાં વર્ષોથી થતી આવી છે પરંતુ મેડિકલ સાયન્સના એક રિસર્ચ બાદ આ બાબત પર ચર્ચા થઈ રહી છે. માર્થા મેકક્લિન્ટોફ નામના સંશોધકોએ 135 કોલેજ જતી છોકરીઓ પર રિસર્ચ કર્યું હતું. તેમને સાથે રાખવામાં આવી ત્યાર બાદ તેમનું માસિકના દિવસો સમાન થઈ ગયાં હતાં.

રિસર્ચમાં અન્ય પરીબળો જોવામાં નહોતાં આવ્યાં પણ તે જોવામાં આવ્યું હતું કે, તેમનું માસિકચક્ર ક્યારે શરૂ થાય છે. રિસર્ચનાં પરિણામથી તે જાણવા મળ્યું કે, માસિકના દિવસો એક સમાન હતા. ત્યારથી તે મેકક્લિન્ટોક અસર તરીકે જાણીતું બન્યું.

રિસર્ચમાં આ વાત સામે આવી
ત્યારબાદ ઘણા રિસર્ચ કરવામાં આવ્યાં જેમાં આ વાત સામે આવી હતી કે એક સાથે રહેતી મહિલાઓની પીરિઅડ્સ ડેટ એક સમાન થઈ જાય છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, 44 ટકા સહભાગીઓના માસિકચક્રના દિવસો એક સમાન જોવા મળ્યા હતા. એટલે સુધી કે, માસિકનાં લક્ષણો જેમ કે, મેન્સ્ટ્રુઅલ માઈગ્રેન પર પણ સાથે રહેવાથી અસર થાય છે. તેના પરથી તે વાત સાબિત થાય છે કે મહિલાઓને એક બીજાના માસિકના દિવસો જ અસર નથી કરતા પણ અન્ય પરિબળો પણ પ્રભાવિત કરે છે.

X
Women living together get monthly on the same day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી