પ્રેરણા / લોકોને મદદ કરવા મહિલા કોન્સ્ટેબલ સ્મિતા ટાંડીએ ફેસબુક પર ગ્રુપ બનાવ્યું, 4 વર્ષમાં ફોલોઅર્સ 8.12 લાખને પાર

Women constable Smita Tandi made a group on Facebook to help people
Women constable Smita Tandi made a group on Facebook to help people
Women constable Smita Tandi made a group on Facebook to help people

  • ફેસબુક ફોલોઅર્સ મામલે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ પછી સ્મિતા બીજા નંબરે છે
  • પિતાના મૃત્યુ બાદ અન્ય લોકોની મદદ કરવાનું બીડું ઝડપ્યું

Divyabhaskar.com

Dec 07, 2019, 04:16 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે સંસાધનોની જરૂર નથી અને ન તો કોઈ મોટી ટીમની જરૂર છે. કોઇને મદદ કરવા માટે માત્ર મજબુત ઇચ્છાશક્તિ પૂરતી છે. આ વાત છત્તીસગઢની યુવા મહિલા કોન્સ્ટેબલ સ્મિતા ટાંડી પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે. માત્ર 25 વર્ષની ઉંમરે તેણે અન્યની મદદ કરવાનું એવું બીડું ઝડપ્યું છે તે આખા છત્તીસગઢમાં રગીબોના મસીહા નામથી લોકપ્રિય બની ગઈ છે. પોલીસ કોન્સ્ટેબલની પુત્રી સ્મિતાએ જરૂરિયાતમંદોની મદદ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો બહુ સારી રીતે ઉપયોગ કર્યો છે, જેના કારણે તે આજે કેટલાય લોકોની રોલ મોડલ બની ગઈ છે. આજે સ્મિતાના ફેસબુક ફોલોઅર્સની સંખ્યા 8 લાખથી વધુ છે. સ્મિતાને તેના આ સારા કાર્યો બદલ રાષ્ટ્રપતિ પાસેથી અવોર્ડ પણ મળ્યો છે. સ્મિતાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છત્તીસગઢમાં તેના ફોલોઅર્સની સંખ્યા ભૂતપૂર્વ સીએમ રમણ સિંહ પછી બીજા ક્રમે છે.

નાણાની તંગીને કારણે પિતાનું મૃત્યુ થવાથી સ્મિતાનું જીવન બદલાઈ ગયું
સ્મિતાને દેખાડો પસંદ નથી. જો કંઈ ખોટું થતું હોય તો તેને ખોટું કહેવામાં ક્યારેય અચકાતી નથી. બીજા લોકોની મદદ કરવા માટે હંમેશાં તત્પર રહેતી સ્મિતાની આ જ ટેવના કારણે આજે લાખો લોકો તેને ચાહે છે. વર્ષ 2013માં તેને ફેસબુક દ્વારા લોકોને મદદ કરવાનો વિચાર આવ્યો હતો. તે સમયે તે પોલીસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટમાં તાલીમ લેતી હતી. તે દરમિયાન છત્તીસગઢ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તેના પિતા શિવકુમાર તાંડીની તબિયત અચાનક બગડી ગઈ હતી. પિતાને સારી હોસ્પિટલમાં સારવારની જરૂર હતી. પરંતુ ઘરમાં એટલા પૈસા નહોતા કે તેમની સારવાર યોગ્ય રીતે થઈ શકે. પરિણામે, તેઓ થોડા મહિનામાં જ મૃત્યુ પામ્યા. આ ઘટનાથી સ્મિતાને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે વિચાર્યું કે દુનિયામાં ઘણા લોકો હશે જે પૈસાના અભાવે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારબાદ એ દિવસથી સ્મિતાએ આવા જરૂરિયાતમંદોની મદદ કરવાનું નક્કી કર્યું.

2014માં મિત્રો સાથે મળીને ફેસબુક પર જીવનદીપ ગ્રુપ બનાવ્યું
પિતાના અવસાન પછી બીજા લોકોની મદદ માટે સ્મિતાએ તેના મિત્રોની સાથે મળીને વર્ષ 2014માં જીવનદીપ નામે ફેસબુક પર એક ગ્રુપ બનાવ્યું. આ સાથે તેણે ગરીબ બીમાર લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. સ્મિતાએ તેના ગ્રુપની મદદથી 100થી પણ વધુ ગરીબ લોકોની સારવાર કરાવીને લોકોનો જીવ બચાવ્યો છે. તે સમયાંતરે નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું પણ આયોજન કરે છે. સ્મિતાને જ્યારે પણ કોઈ બીમાર વ્યક્તિ વિશે જાણ થાય તો તે મદદ કરવા પહોંચી જાય છે. જ્યારે પોલીસના વરિષ્ઠ અધિકારીઓને સ્મિતાની આ પહેલની જાણ થઈ ત્યારે તેમણે સ્મિતાને સોશિયલ મીડિયા કમ્પ્લેઇન સેલમાં પોસ્ટ કરી દીધી.

ચાર વર્ષમાં ફેસબુક પર 8.12 લાખથી વધુ ફોલોઅર્સ બનાવ્યા
છત્તીસગઢ પોલીસની મહિલા કોન્સ્ટેબલ સ્મિતા ટાંડી કોઈ વિવાદ વિના સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે. જ્યારે પણ તે ફિલ્ડ પર જાય તો લોકો તેને ઘેરીને ફોટા પડાવવા લાગે છે. અત્યારે સ્મિતાના ફેસબુક પર 8 લાખ 12 હજારથી વધુ ફોલોઅર્સ છે. આ સંખ્યા સતત વધી રહી છે. સ્મિતા કહે છે કે, જ્યારે તેણે ફેસબુક પેજ બનાવ્યું ત્યારે શરૂઆતમાં લોકોએ તેની પોસ્ટ્સ પર વધારે ધ્યાન આપ્યું ન હતું. પરંતુ તેણે ધીરજ રાખી. લગભગ એક મહિના પછી રિસ્પોન્સ મળવાનું શરૂ થયું. શરૂઆતમાં લોકો તેને ફેક માનતા હતા. સ્મિતા તેના ફેસબુક ગ્રુપમાં લોકોની પ્રેરણાદાયી વાર્તાઓ પણ પોસ્ટ કરે છે. જેથી અન્ય લોકોને પણ તેમાંથી શીખ મળે.

X
Women constable Smita Tandi made a group on Facebook to help people
Women constable Smita Tandi made a group on Facebook to help people
Women constable Smita Tandi made a group on Facebook to help people

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી