હળવદ / મામલતદાર કચેરીએ તલાટીએ નોંધ પડાવવા માટે રૂ. 500ની માંગણી કરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

woman talati demand of Rs 500  video goes viral on social media of Halvad Mamlatdar office

  • કામ કરાવવા અધિકારીથી લઇને ક્લાર્ક પટાવાળા સહિતના ખિસ્સા ગરમ કરવા પડે

Divyabhaskar.com

Feb 15, 2020, 06:09 PM IST
હળવદ: પંથકમાં સરકારી કામકાજ માટે સરકારી બાબુને કામકાજ ઝડપી કરવા માટે અધિકારીઓને નિવેજ ધરાવો તો તાત્કાલિક કામ થાય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હળવદ મામલતદાર ઓફીસ હળવદના તલાટીનો નોંધ કરાવવા માટે રૂ. 500ની માંગણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે.
સરકારી કામ કરવા ખિસ્સા ગરમ કરવા પડતા હોવાની લોકચર્ચા
મોરબી જિલ્લાના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની સરકારી કચેરીમાં સમયસર અને તાત્કાલિક કામ કરાવવા અને અરજદારોને ધક્કા ખાવા ન પડે અરજદારોને વહેલી તકે સરકાર ફાઇલોનું અને સરકારી કાગળો નું કામ કરાવવું હોય તો અધિકારીથી લઇને ક્લાર્ક પટાવાળા સહિતના કર્મચારીઓને કામ કરાવવા માટે સરકારી બાબુનું ખિસ્સુ ગરમ કરવું પડે છે.
હળવદના મહિલા તલાટીનો વીડિયો વાઈરલ
હળવદના મહિલા તલાટીએ લાંચ માંગી હોય તેવો એક વીડિયો વાઈરલ થયો હતો. તેમાં એવું માલૂમ થાય છે કે, નોંધ પડાવી હોય તો પાંચ સો રૂપિયા આપવા ફરજિયાત રહેશે. તલાટી જણાવ્યું કે, બધા વકીલ 500 રૂપિયા આપે છે ત્યારે વીડિયો ઉતારનાર અરજદારે જણાવ્યું હતું. મને મારા અસીલ 500 રૂપિયા આપે તો હું તમને આપું ને? ત્યારે સામેથી તલાટીએ કહ્યું કે, 500 રૂપિયા આ બધા જ આપે છે. ત્યારે વીડિયો ઉતારનાર અસીલે જણાવ્યું હતું કે, ભલે ત્રણ મહિનાની સમય મર્યાદામાં નોંધ પડે. પરંતું તેમ છતાં તલાટીએ 500 રૂપિયાની માંગણી ચાલુ રાખેલું હતું. આમ હળવદના તલાટી અને અરજદારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
(તસવીર અને માહિતી: કિશોર (કેશવ) પરમાર, હળવદ)
X
woman talati demand of Rs 500  video goes viral on social media of Halvad Mamlatdar office
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી