મહીસાગર / અમદાવાદથી દાહોદ જતી બસમાં જ 108ની ટીમે મહિલાની પ્રસૂતિ કરાવી, બાળકને જન્મ આપ્યો

Woman delivery in ST bus by 108 ambulance team

  • પતિ સાથે બસમાં જતી મહિલાને પ્રસવની પીડા ઉપડતા કંડક્ટરને 108ની ટીમને જાણ કરી 
  • 108ની ટીમની કામગીરીની મુસાફરો સહિત તમામ લોકોએ પ્રંશસા કરી 

Divyabhaskar.com

Jan 16, 2020, 06:30 PM IST

મહીસાગર: લુણાવાડા તાલુકાના હાડોડ પાસે અમદાવાદથી દાહોદ જતી એસટી બસમાં 108 એમ્બુલન્સ સેવા દ્વારા મહિલાની સફળ પ્રસૂતિ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. સફળ ડિલિવરી કરાવતા બસના પેસેન્જરો સહિત તમામ લોકોએ 108 એમ્બ્યુલન્સની સરાહનિય કામગીરીની પ્રસંશા કરી હતી.
કંડકટરે ફોન કરીને 108 એબ્યુલન્સને બોલાવી
મેડિકલ ઇમરજન્સીમાં મૂકાયેલા દર્દીઓ માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ આજે જીવનદાયીની સાબિત થઇ છે, ત્યારે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવાનું ઉત્તમ ઉદાહરણ આજે મહીસાગર જિલ્લામાં જોવા મળ્યું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હાંડોડ પાસે અમદાવાદથી દાહોદ જતી બસમાં વિજયભાઈ ભૂરીયા અને તેમના પત્ની મમતાબેન દાહોદ તરફ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તામાં મમતાબેનને પ્રસવની પીડા ઉપડતા તેમના પતિએ કંડક્ટરને જણાવતા બસ કંડકટરે ફોન કરીને 108 એબ્યુલન્સને બોલાવી હતી.
બસમાં સફળ ડિલિવરી કરાવતા બસના પેસેન્જરોએ 108ની ટીમની પ્રશંસા કરી

લુણાવાડા 108 એમ્બુલન્સને કોલ મળતા તુરંત જ પાયલોટ સૂર્યસિંહ અને EMT મહેન્દ્રસિંહ એબ્યુલન્સ લઈને નીકળી ગયા હતા અને હાંડોડ પાસે બસ ક્રોસ થઇને ત્યાં પહોંચતા જ EMTએ તપાસ કરતા જણાયું હતું કે, પ્રસુતિ તાત્કાલિક બસમાં જ કરાવવી પડે તેમ છે. જેથી મહેન્દ્રસિંહએ તુરંત જ કોલ સેન્ટર પર બેઠેલા ફિઝિશિયન ડો. મેહુલ સાથે વાત કરી તેમની સલાહ સૂચન મુજબ પ્રસૂતી કરાવી હતી. બસમાં સફળ ડિલિવરી કરાવતા બસના પેસેન્જરો સહિત તમામે 108ની પ્રશંસા કરી હતી.
(અહેવાલઃઇલિયાસ શેખ, સંતરામપુર)

X
Woman delivery in ST bus by 108 ambulance team

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી