તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો:જુની સુંદરપુરીમાં પ્લોટ મુદ્દે મહિલાને માર માર્યો, ધોકા ફટકારનાર ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના જુની સુંદરપુરીમાં પોતાના ભાઇનો પ્લોટ હોવાનું કહી ખાલી ન કરવાનું કહેનાર મહીલાને ત્રણ જણાએ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. જુની સુંદરપુરીના અંબે ફળિયામાં રહેતા 26 વર્ષીય ગંગાબેન કિશનભાઇ થારૂએ ફરિયાદ નોંધાવી છે કે, ગત સવારે તે પોતાના ઘરે હતા ત્યારે માસિયાઇ બહેન નયનાબેનનો ફોન આવ્યો હતો અને તેમના પ્લોટ જે તેમના ભાઇના નામનો છે.

તેની બાજુમાં રહેતા જુમાભાઇ જખુભાઇ સોંધરા અને અરજણભાઇ જખુભાઇ ડોંગરિયા તમારો પ્લોટ ખાલી કરાવી રહ્યા હોવાનું જણાવતાં ગંગાબેન તાત્કાલીક જુની સુંદરપુરી શક્તિનગર ડી/12 પાસે આવેલા તેમના પ્લોટ પર ગયા હતા ત્યારે જુમાભાઇ જખુભાઇ સોંધરા, અરજણ જખુભાઇ ડાગરિયા અને કાનજીભાઇ જુમાભાઇ સોંધરા પ્લોટ ખાલી કરી રહ્યા હતા તેમને ગંગાબેને ખાલી ન કરવાનું કહેતા઼ ઉશ્કેરાયેલા જુમાભાઇએ ધોકા વડે અને અરજણભાઇએ ગડદાપાટુનો મારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો