ક્રાઇમ / ખાડિયામાં પુત્રવધૂ-વેવાણના ત્રાસથી કંટાળીને સાસુનો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

Divyabhaskar.com

Jan 25, 2020, 01:30 AM IST
અમદાવાદ: ખાડિયામાં વેવાણે દીકરીનાં સાસુને ફોન પર ધમકી આપી હતી કે, ‘મારી દીકરી પાસે કામ નહીં કરાવવાનું, જો કામ કરાવશો તો તમને સબક શીખવાડી જાનથી મારી નાખીશું’ આમ ડરી ગયેલાં સાસુએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
વેવાણે તેમની પુત્રી પાસે કામ ન કરાવવાનું કહી સબક શીખવાડવાની ધમકી આપતા પગલું ભર્યું
રાયપુરમાં વચલી શેરી કોડીની પોળમાં ચંદ્રિકાબેન ખત્રી તેમના પુત્ર જિજ્ઞેશ, પુત્રવધૂ સુશીલા અને છ માસની પૌત્રી સાથે રહે છે. ચંદ્રિકાબેને નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની પૂત્રવધુ સુશીલાને તેની માતા લક્ષ્મીબેન મુંબઈથી ફોન કરી ચઢામણી કરે છે, જેને લઈને સુશીલા તેમની સાથે ઝઘડો કરતી હતી. દરમિયાન ગુરુવારે બપોરે તેમનો પુત્ર જિજ્ઞેશ બપોરે જમવા માટે આવ્યો ત્યારે લક્ષ્મીબેનનો પુત્રી સુશીલા પર ફોન આવ્યો હતો, જેમાં લક્ષ્મીબેને ચંદ્રિકાબેનની સાથે ફોન પર વાત કરી હતી અને તેમને સબક શીખવાડી મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ‘ઘરકામ તમારે જ કરવાનું મારી દીકરી પાસે કરાવવાનું નહીં.’
દરમિયાન તેમનો પુત્ર જિજ્ઞેશ જમીને નોકરીએ જતો રહ્યો હતો. ઘરમાં એકલા પડ્યા ત્યારે ચંદ્રિકાબેને એવો ડર લાગ્યો હતો કે, ‘મારા દીકરાની વહુ મને મારી નાખશે.’ આથી કંટાળીને તેમણે મચ્છર મારવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ચંદ્રિકાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારથી તેમના પુત્રના લગ્ન કર્યા ત્યારથી તેમની અને પૂત્રવધૂ સુશીલા વચ્ચે ઘરકામ કરવા બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. પોલીસે પુત્રવધૂ સુશીલા, વેવાણ લક્ષ્મીબેન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી