તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Rift Within Gupkar Ranged From Participation In The Election To The Issue Of Selection Of Candidates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીર ચૂંટણી:ગુપકારની અંદર ફાટફૂટ, ચૂંટણીમાં ભાગીદારીથી લઈને ઉમેદવારોની પસંદગી મુદ્દે ખેંચતાણ વધી

શ્રીનગર5 દિવસ પહેલાલેખક: હારુન રશીદ
  • કૉપી લિંક
  • અનેક બેઠકો વિવિધ પાર્ટીના ડમી ઉમેદવાર, બળવાખોરો પણ મેદાનમાં

શિયાળામાં કાશ્મીર ખીણ સામાન્ય રીતે હિમવર્ષા અને પ્રવાસનને લઈને હેડલાઈનોમાં ચમકે છે. પરંતુ આ ‌‌વખતે સ્થાનિક ચૂંટણીઓનો રાજકીય ગરમાવો બરફની ઠંડી પર ભારે પડી રહ્યો છે. 28 નવેમ્બરથી શરૂ થતી આ ચૂંટણીમાં અહીંના છ મુખ્ય પક્ષોના ગઠબંધન ગુપતારમાં ઉતર્યા હોવાથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.

આ ગઠબંધનમાં અબ્દુલ્લા પરિવારની આગેવાની ધરાવતી નેશનલ કોન્ફરન્સ, મુફ્તી પરિવારની આગેવાની ધરાવતી પીડીપી અને બીજા ચાર પક્ષ પણ સામેલ છે. ગુપકાર સંગઠનનો દાવો છે કે, અમે કલમ 370 અને 35-એ ફરી અમલમાં લાવવા હાથ મિલાવ્યા છે. જોકે, ચૂંટણીમાં ઉતરવાના નિર્ણયોથી લઈને વિવિધ નેતાઓના નિવેદનનોને લઈને આ ગઠબંધન વિવાદમાં ફસાયું છે.

આર્ટિકલ 370 ફરીથી લાગુ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી નહીં લડીએ
ભારત સરકારે 5 ઓગસ્ટ, 2018ના રોજ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરીને તેને રાજ્યના બદલે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ કહ્યું હતું કે, જ્યાં સુધી પહેલા જેવી સ્થિતિ ના થાય, ત્યાં સુધી અમે ચૂંટણી નહીં લડીએ. પરંતુ હવે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. બંને પક્ષના કેટલાક નેતાઓએ પણ
તેનો વિરોધ કર્યો છે.

ગુપકારમાં ભય
નેશનલ કોન્ફરન્સના પૂર્વ નેતા રુહુલ્લાહ મેહદીએ ટ્વિટ કરી છે કે, ‘આ ગઠબંધન આવી નાનકડી ચૂંટણીનો પણ બહિષ્કાર નથી કરી શકતું, તો મુખ્ય ચૂંટણીનો કેવી રીતે કરશે. આ ચૂંટણી દિલ્હી માટે પરીક્ષા હતી, જેમાં અમે નિષ્ફળ રહ્યા.’ બીજી તરફ, નેશનલ કોન્ફરન્સના પ્રવક્તા ઈમરાન બી દાર કહે છે કે, ‘અમારું ગઠબંધન સ્થાનિક ચૂંટણીનું મેદાન ભાજપ માટે ખુલ્લું ના મૂકી શકે. બાદમાં ભાજપ દાવો કરી શકે કે, અમારી પાસે બહુમતી છે.’ જોકે, આ જવાબમાં ગુપકારનો ભય પણ દેખાઈ રહ્યો છે. ભૂમિ, આવાસ અને નોકરી સંબંધિત હાલના સરકારી આદેશોનો ઉલ્લેખ કરતા અનેક નેતાઓ લોકોમાં ભય પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો ભાજપનેઆ ચૂંટણી જીતવાની તક મળી, તો આવા બીજા આદેશ પણ જારી કરાશે અને લોકો સામે અસ્તિત્વનો ખતરો સર્જાશે.

બેઠકની વહેંચણીને લઈને બબાલ
આ ઉપરાંત બેઠકોની વહેંચણીને લઈને પણ પીડીપીના અનેક નેતા ખુશ નથી. તેમનું માનવું છે કે, આ ચૂંટણીઓમાં નેશનલ કોન્ફરન્સે મોટા પાયે ભાગ લીધો છે. પીડીના સ્થાપક અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મુઝફ્ફર બેધે એવું કહીને રાજીનામું આપ્યું છે કે, ‘પીડીપીએ એવી બેઠકોનું આત્મસમર્પણ કર્યું છે, જ્યાં તેનો જનાધાર મજબૂત હતો.’ ગઠબંધન છતાં ગુપકારના પક્ષોએ અનેક બેઠકો પર ડમી ઉમેદવારો ઊભા રાખ્યા છે. બીજી બાજુ, નેશનલ કોન્ફરન્સ, પીડીપીના અમુક નેતાઓ રાજીનામા આપીને સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જો આ ઉમેદવારો જીતશે,તો તેઓ ફરી પાર્ટીમાં સામેલ થઈ
શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો