તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એક વર્ષમાં જૂના રેલવે ફાટક પાસે સબ વે બનશે વાપી વિસ્તારના 2 લાખથી વધુ લોકોને ફાયદો થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીઆરએમની મુલાકાત બાદ રેલવે વિભાગે પાલિકાને મંજુરી આપી, 5 વર્ષથી લટકતો પ્રોજેકટને હવે લીલીઝંડી

વાપીઃ શહેરના મહત્વના પ્રોજેકટ ગણાતાં પેડેસ્ટ્રિયન સબવે બનાવવા રેલવેએ લીલીઝંડી આપી દીધી છે. જેના કારણે વાપીના 2 લાખ તથા બલીઠા અને આજુબાજુના હજારો લોકોને રાહત થશે. છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેકટને મંજુરી મળી રહી ન હતી.  તાજેતરમાં વાપી આવેલાં ડીઆરએમને સાંસદ,પારડી ધારાસભ્ય,પાલિકાના પદાિધકારીઓએ સબ વે માટે  રજૂઆત કરતાં સબ વે બનાવવા રેલવે વિભાગે પાલિકાને મંજુરી આપી છે. 1 વર્ષમાં પાલિકા આ સમગ્ર પ્રોજેકટને પૂર્ણ કરશે. ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાશે.

રેલવેએ મંજુરી આપતાં જ પાલિકાએ સબ વે માટેની પ્રક્રિયા હાથ ધરી
વાપી જુના ફાટક પાસે રેલવે વિભાગ દ્રારા ઊંચી દિવાલ બાંધી અવરજવરનો રસ્તો બંધ કરતાં  લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. આ સાથે છેલ્લા પાંચ વર્ષથી પાલિકા બજેટમાં વાપી જુના ફાટક પાસે પેડેસ્ટ્રિયન સબવેના પ્રોજેકટનો ઉલ્લેખ કરે છે, પરંતુ રેલવે વિભાગ મંજુરી ન આપતાં આ પ્રોજેકટ ખોરંભે પડયો હતો. થોડા દિવસો પહેલાં વાપીની મુલાકાતે આવેલાં ડીઆરએમ જીએલવી સત્યકુમાર સમક્ષ  પારડી ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ,સાંસદ ડો.કે.સી.પટેલ અને પાલિકાના પદાધિકારીઓએ સબ વે માટે રજૂઆત કરી હતી. સ્થળ નિરીક્ષણ બાદ રેલવે વિભાગે સબ વે બનાવવા માટે પાલિકાને લેખિત મંજુરી આપી દીધી છે. રેલવેએ મંજુરી આપતાં જ પાલિકાએ સબ વે માટેની પ્રક્રિયા હાથ ધરી છે. પાલિકાના પદાધિકારીઓએ 1 વર્ષમાં આ પ્રોજેકટ પૂૂર્ણ કરવાનો  લક્ષ્યાંક નકકી કર્યો છે. પાલિકા 5 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેકટ પૂર્ણ કરશે. 

દર મહિને રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળા થતા સરેરાશ ત્રણ નિર્દોષ લોકોના જીવ બચશે
વાપી ગર્વમેન્ટ રેલવે પોલીસ જીઆરપીમાં વર્ષે ટ્રેન અડફેટથી મોતના બનાવની 125થી વધારે ફરિયાદ નોંધાતી હોય છે. ઉમરગામથી લઇને ઉદવાડા સુધીમાં ટ્રેન અકસ્માતની ફરિયાદ વાપી જીઆરપીમાં નોંધાતી હોય છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ દર વર્ષે નોંધાતી મોતની સંખ્યામાં માત્ર વાપી જૂના રેલવે ફાટક નજીક ઓવર બ્રિજ નીચે મહિને સરેરાશ ત્રણ જેટલી મોતની ઘટના બનતી હોય છે. રહીશો માટે પૂર્વ અને પશ્ચિમમાં આવવા જવા માટે કોઇ અન્ય વિકલ્પ ન હોવાથી લોકો ટ્રેક ક્રોસ કરીને જીવના જોખમે જતા હતા. જો કે, પેડ્રેસ્ટિયન સબ વે બનાવ્યા બાદ અહિં થતા અકસ્માત ઉપર ચૌક્કસ રોક આવશે. જોકે  છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દારૂના ખેપિયાઓ દ્વારા દમણથી રિક્ષામાં લવાતા દારૂના જત્થાને રેલવે સ્ટેશનના ઉત્તર છેડે અને દક્ષિણ છેડે રેલવેની દિવાલ કે લોખંડની રેલીંગમાં છીંડા પાડી વિવિધ ટ્રેનોમાં દારૂ સપ્લાય કરતી વેળા થતા અકસ્માતને રેલવે પોલીસ જ રોકી શકે.

ચોમાસાના કારણે થોડો વિલંબ થશે 
રેલવેએ મંજુરીએ આપતાં પાલિકાએ ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરી છે. રેલવે વિભાગે નકકી કરેલા ધારા ધોરણ મુજબ એજન્સી કામગીરી કરશે. ચોમાસાના કારણે 12 મહિનામાં આ પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવશે. ડીઆરએમની મુલાકાતના કારણે આ પ્રોજેકટને હવે વેગ મળશે. લાખો લોકોને અવર-જવર માટે સરળતા રહેશે. - વિઠ્ઠલ પટેલ, પ્રમુખ, વાપી પાલિકા

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો