તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેનેલી ઈમ્પિરિયલ લોન્ચ થતાં જ માર્કેટમાં છવાઈ, ફક્ત 10 દિવસમાં 1200થી વધુ બુકિંગ મળ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ઇટાલીની ઓટોમોબાઇલ કંપની બેનેલીએ તાજેતરમાં જ ઈન્ડિયન માર્કેટમાં તેની નવી ક્રૂઝર બાઇક imperiale 400 લોન્ચ કરી છે. ખૂબ જ આકર્ષક લુક અને દમદાર એન્જિન ક્ષમતાથી સજેલી આ બાઇકની પ્રારંભિક કિંમત કંપનીએ 1.69 લાખ રૂપિયા રાખી છે. માર્કેટમાં આવ્યા બાદ આ બાઇક રોયલ એન્ફિલ્ડને કડી ટક્કર આપી રહી છે. 


કંપનીએ આ બાઇક લોન્ચ કર્યાં પહેલાં જ તેનું બુકિંગ શરૂ કરી દીધું હતું. તેમજ, માર્કેટમાં પગ મૂકતાંની સાથે જ આ બાઇક એટલી લોકપ્રિય થઈ ગઈ છે કે લોન્ચ થયાને ફક્ત 10 દિવસમાં તેને 1200થી વધારે બુકિંગ મળી ચૂક્યાં છે. imperiale 400નું એન્જિન પાવરની બાબતે રોયલ એન્ફિલ્ડ કરતાં વધારે દમદાર છે. તેમાં કંપનીએ 374ccની ક્ષમતાનું એર-કૂલ્ડ એન્જિન ઉપયોગમાં લીધું છે, જે 21bhp પાવર અને 29Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં 5 સ્પીડ ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે.


કંપનીએ આ બાઇકમાં ફ્યુઅલ ઇન્જેક્શન ટેક્નિકનો પ્રયોગ કર્યો છે, જે તેનું પર્ફોર્મન્સ અને માઇલેજ વધુ સારી બનાવે છે. આ બાઇકને રેટ્રો લુક અને ડિઝાઇન આપવામાં આવ્યાં છે. તેનાં ફ્રંટમાં રાઉન્ડ શેપની હેડલાઇટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમાં ડ્યુઅલ ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ફાસ્ટ સ્પીડમાં પણ સારું બેલેન્સ જાળવે છે. 


દિવસે ને દિવસે આ બાઇકનું બુકિંગ વધી રહ્યું છે. અત્યારે કંપની દેશભરમાં માત્ર 24 ડીલરશિપ સાથે આગળ વધી રહી છે. કંપનીનું લક્ષ્ય છે કે ડિસેમ્બર 2019 સુધીમાં આંકડો વધારીને 30 ડીલરશિપનો કરી દેવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો