તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપયોગ:શિયાળાનું આગમન થતાં સગડીના કારીગરો બન્યા વ્યસ્ત

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિયાળાની ઋતુ શરૂ થતા સવારે તથા રાત્રે ગુલાબી ઠંડી વાતાવરણમાં અનુભવાઇ રહી છે, ત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા માટેના એક સાધન તરીકે સગડીનું નામ લોકોને જલ્દી યાદ આવે છે. હાલ તો સગડીનો વપરાશ માત્ર એક જ ઋતુ પૂરતો જ થાય છે પરંતુ દાયકાઓ પહેલા સગડી એ રસોઈ બનાવવા માટેનું મુખ્ય સાધન હતું અને તેના પર બનાવેલી રસોઈ, રોટલા સહિત અનેક વાનગીઓનો સ્વાદ આજે પણ લોકો યાદ કરતા હોય છે.

હજી પણ થોડી ઘણી જગ્યાએ મહિલાઓ સગડીનો ઉપયોગ કરે છે, જેની કિંમત સામાન્ય છે. પતરાની ફ્રેમ, માટી, લોખંડના સળીયા સહિતની સાધનસામગ્રી સાથેની સગડી અંદાજે 100 જેટલા રૂપિયામાં મળી રહે છે. શિયાળાના આગમનની સગડીના કારીગરો વ્યસ્ત બની ગયા છે. તેનો ખાસ તો તાપણી કરવામાં ઠંડીથી રક્ષણ મેળવવા તથા ક્યાંક ક્યાંક રસોઈ બનાવવામાં પણ ઉપયોગ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો