વિશેષ / વિપ્રોના અઝિમ પ્રેમજી 74 વર્ષે નિવૃત્ત થશે, 21 વર્ષની ઉંમરે વેજિટેબલ ઓઈલનું સંભાળ્યું હતું કામ, આજે 1,76,228 કરોડનું ગ્રૂપ બની ગયું

Wipro's Azim Premji will retire 74 years, working on vegetable oil at the age of 21, the group became  of 1,76,228 crore today

  • વિપ્રોના અઝિમ પ્રેમજી 30 જુલાઈએ હોદ્દો છોડશે, મોટા પુત્ર રિશાદ એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે 

Divyabhaskar.com

Jun 07, 2019, 12:08 AM IST

નવી દિલ્હીઃ દેશના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ વિપ્રોના સ્થાપક અઝિમ પ્રેમજીએ 53 વર્ષ સુધી કંપનીની આગેવાની કર્યા પછી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેઓ 30 જુલાઈએ એક્ઝિક્યુટિવ ચેરમેનના હોદ્દા પરથી નિવૃત્ત થશે. જુલાઈમાં 74 વર્ષના થઈ રહેલા પ્રેમજી નોનએક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન હોદ્દે ચાલુ રહેશે. એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે તેમના મોટા પુત્ર રિશાદ પ્રેમજી વિપ્રોનું સુકાન સંભાળશે. રિશાદ પ્રેમજી હાલ ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અને બોર્ડ મેમ્બર છે. અઝિમ પ્રેમજીએ 53 વર્ષમાં તેમના પિતાની વનસ્પતિ તેલ બનાવનારી કંપનીથી લઈને ભારતમાં ત્રીજા નંબરની સોફ્ટવેર કંપની સુધીની સફર જોઈ છે.

તેમની આ સફર 1996માં શરૂ થઈ હતી, જ્યારે પિતાના નિધનના કારણે 21 વર્ષની ઉંમરે તેમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે છોડીને બિઝનેસ સંભાળવો પડ્યો હતો. ત્યારે રૂ. 13.85 કરોડનો વેપાર કરનારી કંપનીમાં પ્રેમજીએ સાબુ અને ટ્યૂબલાઈટ જેવી કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. 1977માં તેમણે કંપનીનું નામ બદલીને વિપ્રો કર્યું. 1979માં જ્યારે ભારત સરકારે આઈબીએમને દેશ છોડવાનું કહ્યું ત્યારે તેમણે કમ્પ્યુટર બિઝનેસમાં ઝંપલાવ્યું. ત્યાર પછી તેમણે વિદેશી કંપનીઓની ભાગીદારીથી 1981માં પહેલીવાર 16 બિટ મલ્ટી ટાસ્કિંગ કમ્પ્યુટર લોન્ચ કર્યું.

એ પછી સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પણ નવા મુકામ હાંસલ કર્યા. જ્યારે ભારતમાં મોટા ભાગની ફેક્ટરીઓ ઘરેલુ ઉત્પાદનો બનાવી રહી હતી, ત્યારે પ્રેમજીએ વિપ્રોને આઈટી પાવર હાઉસમાં પરિવર્તિત કરી દીધી અને વિદેશ બજારમાં પણ જગ્યા બનાવી. આજે વિપ્રો આઈટી, બીપીઓ, કન્ઝ્યુમર ગુડ્સ, પ્રીસિઝન એન્જિનિયરિંગ, હેલ્થકેર સિસ્ટમ ક્ષેત્રે 58 દેશમાં બિઝનેસ કરી રહી છે. પ્રેમજીએ 1986માં ઓડિટ કમિટીની રચના કરી, જ્યારે તે કાયદાકીય રીતે જરૂરી ન હતું. 1999માં તેમણે પોતાનો અભ્યાસ પણ પૂરો કર્યો. આજે વિપ્રો ગ્રૂપનું માર્કેટકેપ રૂ. 1,76,228 કરોડ છે. વિપ્રોની સોફ્ટવેર કંપની ભારતમાં આઉટસોર્સિંગનું કામ લેનારી ત્રીજી મોટી કંપની છે. તે અમેરિકામાં સિલિકોન વેલીમાં ટેક્નોલોજી ક્ષેત્રે પણ કામ કરે છે.

અત્યાર સુધી રૂ. 1.4 લાખ કરોડનું દાન કરી ચૂક્યા છે
પ્રેમજી ભારતના સૌથી મોટા દાનવીરોમાં પણ સામેલ છે. માર્ચમાં તેમણે કંપનીના રૂ. 52,750 કરોડ શેર દાન કરી દીધા હતા. અત્યાર સુધી તેઓ કુલ રૂ. 1.4 લાખ કરોડનું દાન કરી ચૂક્યા છે. પ્રેમજીએ 2001માં અઝિમ પ્રેમજી ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. શિક્ષણમાં સુધારો કરવા સાત રાજ્યોમાં આશરે સાડા ત્રણ લાખ સ્કૂલો સાથે આ ફાઉન્ડેશન સંકળાયેલું છે.

X
Wipro's Azim Premji will retire 74 years, working on vegetable oil at the age of 21, the group became  of 1,76,228 crore today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી