તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક:શિયાળાની નુકસાનીનું સરભર ઉનાળુ તલમાં થશે, વાવેતર 30 ટકા વધશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રમાં 1.25 લાખ હેક્ટરમાં તલનું વાવેતર થવાનો અંદાજ

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં તલનો પાક નિષ્ફળ ગયો છે. પરિણામે 3.50 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ હતો તેના કરતા ઓછું ઉત્પાદન આવ્યું છે.પરિણામે ભાવમાં રૂ.15નો ઉછાળો આવ્યો છે. ભાવ ઊંચા જવાથી અને પાણી પુષ્કળ હોવાથી આ વખતે ઉનાળુ તલનું વાવેતર સૌરાષ્ટ્રમાં 1.25 લાખ હેક્ટરમાં થવાનો અંદાજ છે. જે ગત વર્ષ કરતા 30 ટકા વધુ રહેશે. ઉત્તર કોરિયામાં ખૂલતા ટેન્ડરનો લાભ આ વખતે સૌરાષ્ટ્રને નહીં મળે.

ભારે વરસાદથી શિયાળુ તલને નુકસાની જતા ઉત્પાદન ઓછું મળ્યું
સૌરાષ્ટ્રમાં ઉનાળુ તલનું જે વાવેતર થાય છે.જેની વિશ્વભરમાં ડિમાન્ડ વધારે હોય છે. સૌરાષ્ટ્રમાં ઉનાળુ તલનું વાવેતર વધશે તેને હિસાબે વિદેશની ડિમાન્ડ વધશે અને તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. તલના ભાવમાં વધારો થયા બાદ કાળા તલનો 20 કિલોનો ભાવ રૂ. 2250 થી 3051 સુધી હરાજીમાં બોલાય છે. જ્યારે ગત સપ્તાહમાં બે દિવસ સુધી સફેદ તલની આવક સફેદ તલનો 20 કિલોનો ભાવ રૂ. 2600-3000 રહ્યો છે. તેમ તલના વેપારી વિજયભાઈ નાગ્રેચા જણાવે છે. ઉનાળુ તલમાં 1.25 લાખ હેક્ટરમાં વાવતેર થશે અને તેમાં 1.50 લાખ ટન તલ મળવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. કોરોના પછી મગ, મઠ, અડદ તેમજ અન્ય કઠોળના ભાવમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે.

નાઇજિરિયા, ઈથોપિયા, સુદાનમાં નીચી માર્કેટનો લાભ ચીનને મળ્યો
નાઈજિરિયા, ઈથોપિયા અને સુદાનમાં ભારત કરતા તલની માર્કેટ નીચી હોય છે. જેનો લાભ ચીનને મળ્યો છે. સામાન્ય રીતે તલ અને જીરાના વપરાશ માટે ચીન સૌરાષ્ટ્ર પર આધારિત હોય છે, પરંતુ આ વખતે ઊલટી પરિસ્થિતિ થઈ છે.ચીન પોતાની તલની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય દેશોમાંથી તલની ખરીદી કરી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો