તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મોટો ટ્વિસ્ટ આવશે, દયાભાભીની માતાની એન્ટ્રી થશે?

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી જોવા મળતી નથી. દિશા વાકાણી સિરિયલમાં ક્યારે આવશે, તે નક્કી નથી પરંતુ હાલમાં ચર્ચા છે કે મેકર્સ દયાભાભીની માતાને શોમાં ઈન્ટ્રોડ્યૂસ કરવાના છે. નોંધનીય છે કે સિરિયલ જ્યારથી શરૂ થઈ ત્યારથી દયાભાભીની માતાનો હંમેશાં અવાજ સાંભળવા મળે છે. હજી સુધી દયાભાભીની માતા કોણ છે? તે દર્શકોને ખ્યાલ નથી.

કેવી રીતે શોમાં દયાભાભીની માતાનો ટ્રેક આવશે?
અપકમિંગ એપિસોડમાં બતાવવામાં આવશે કે જેઠાલાલના (દિલીપ જોષી) પિતા ચંપકલાલ (અમિત ભટ્ટ) છેલ્લાં કેટલાંય સમયથી ગુમ છે. જેઠાલાલ પિતાને શોધીને થાકી જાય છે અને લાચારી અનુભવે છે. ચંપકલાલ પાસે ચશ્મા પણ નથી અને તેને કારણે તેમને દેખાતુ નથી. તેઓ જ્યારે પણ મદદ માગતા હોય છે ત્યારે એક નવી જ મુસીબતમાં ફસાઈ જાય છે. આ સમય દરમિયાન ચંપકલાલને એક વ્યક્તિ મદદ કરે છે અને તેને ગોકુલધામ અંગે ખબર હોય છે. જોકે, તે વ્યક્તિ ઓછું સાંભળતો હોય છે અને તે ભૂલથી ચંપકલાલને થાને સ્થિત ગોકુલધામ સોસાયટીવાળી બસમાં બેસાડી દે છે. 
આ સમય દરમિયાન જેઠાલાલ ગોકુલધામ સોસાયટીના સભ્યો સાથે ચંપકલાલનો મિસિંગ રિપોર્ટ લખાવવા માટે પોલીસ સ્ટેશન જાય છે. જેઠાલાલ પોતાની સાસુને ફોન કરીને પિતાને કેવી રીતે શોધવા તે અંગેની સલાહ માગે છે. દયાભાભીની માતા પોતાના જમાઈને મદદ કરે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે મેકર્સ આ વખતે દયાભાભીની માતાનો ચહેરો બતાવે છે કે પછી દર વખતની જેમ બેકગ્રાઉન્ડમાં જ તેમનો અવાજ સાંભળવા મળે છે. 

છેલ્લાં બે વર્ષથી દિશા વાકાણી જોવા મળી નથી
દિશા સપ્ટેમ્બર, 2017મા મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર, 2017મા દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. બે વર્ષથી ચાહકો તથા મેકર્સ દિશા વાકાણી શોમાં પરત ફરે તેની રાહ જોતા હતાં. ચર્ચા હતી કે દિશાના પતિ મયુરે દિવસના માત્ર 6 કલાક અને મહિનામાં 15 દિવસ જ કામ કરવાની શરત મૂકી હતી. તેમાં પણ નાઈટ શિફ્ટ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મેકર્સે આ વાત સ્વીકારી લીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો