ચર્ચા / આનંદ એલ રાયની અપકમિંગ ફિલ્મમાં સલમાન ખાન પોતાનાથી 29 વર્ષ નાની સારા અલી ખાન સાથે જોડી જમાવશે?

Will Salman Khan be paired with Sara Ali,  in Anand L Rai's upcoming film?

Divyabhaskar.com

Dec 01, 2019, 05:49 PM IST

મુંબઈઃ સલમાન ખાન (53) હાલમાં ‘દબંગ 3’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સોનાક્ષી તથા સાંઈ માંજરેકર મહત્ત્વના રોલમાં છે. આવતા વર્ષે ઈદ પર સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મ બાદ સલમાન નવી કઈ ફિલ્મમાં જોવા મળશે, તેને લઈ ચર્ચા થવા લાગી છે. માનવામાં આવે છે કે સલમાન ખાન ડિરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મમાં સારા અલી ખાન (24) સાથે જોવા મળશે.

સારા ડિરેક્ટર આનંદ એલ રાયને મળી હતી
સંજય લીલા ભણશાલી આલિયા ભટ્ટ તથા સલમાન ખાનને લઈ ‘ઈન્શાઅલ્લાહ’ ફિલ્મ બનાવવા માગતા હતાં પરંતુ તે ફિલ્મ બની શકી નહીં. હવે, ડિરેક્ટ આનંદ એલ રાય એક્ટર સલમાન તથા સારાને લઈ ફિલ્મ બનાવવા ઈચ્છે છે. સારાએ સામેથી જ આનંદ એલ રાય પાસે કામ માગ્યું હતું. થોડાં સમય પહેલાં જ સારા અલી ખાન ડિરેક્ટરની ઓફિસે પણ ગઈ હતી.

સારાને સામેથી કામ માગવામાં શરમ નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સારા ફિલ્મમેકર્સને મળીને સામેથી કામ માગવામાં સહેજ પણ શરમાતી નથી. તેણે પોતાની પાસે ફિલ્મમેકર્સનું લિસ્ટ બનાવીને રાખ્યું છે અને તેમાં આનંદ એલ રાય ટોપ પર છે. આનંદ એલ રાય હવે સલમાન ખાન તથા સારાને લઈ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ પહેલાં સારા અલી ખાને ડિરેક્ટર રોહિત શેટ્ટી પાસે ‘સિમ્બા’માં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ હતો.

‘કૂલી નંબર 1’માં વ્યસ્ત
સારા અલી ખાન હાલમાં ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલ નંબર 1’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરુણ ધવન છે. આ ઉપરાંત સારા અલી ખાને ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન છે.

X
Will Salman Khan be paired with Sara Ali,  in Anand L Rai's upcoming film?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી