તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સંકલ્પ:દાહોદ જિલ્લાના 1000ને સ્વખર્ચે વીમા કવચ પૂરું પાડશે, જિલ્લાના 700 હોમગાર્ડનો સમાવેશ

દાહોદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર
  • વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા નવતર સંકલ્પ
  • વાર્ષિક પ્રિમિયમ પોતાના ગજવામાંથી ભરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ભાજપના જિલ્લા મહામંત્રીએ જિલ્લાના હોમગાર્ડ સહિત 1 હજાર લોકોને વીમા કવચ પુરૂ પાડવાનો સંકલ્પ લઇને તે અંગેની કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. 1 હજાર લોકોના વીમાનું પ્રિમિયમ તેઓ પોતાના ગજવામાંથી જ ભોગવશે. તા 17 મી સપ્ટેમ્બરે ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70 મો જન્મદિન છે ત્યારે તે નિમિત્તે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પ્રેરણાથી દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીએ પ્રધાનમંત્રી વીમા કવચ યોજના હેઠળ જિલ્લાના 700 હોમગાર્ડ, ગરીબ અને મધ્યમવર્ગીય કુલ1000 લોકો જીવન વીમાથી સંકળાય તેવો સંકલ્પ લીધો છે.

લીમડી ખાતે એક શાળાના સંચાલક તરીકે સક્રિય એવા નરેન્દ્રભાઈ સોનીએ કોરોનાકાળમાં અત્યારે શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે પોતાની શાળામાં કામ કરતા સાતેક કર્મીઓને પણ આ ભગીરથ કામમાં સાંકળ્યા છે. ગરબાડા, ધાનપુર, દેવગઢ બારિયા, લીમખેડા, દાહોદ, ઝાલોદ, સંજેલી, ફતેપુરા અને સીંગવડ સહિતના નવે તાલુકાના લોકોમાં તેમાં સમાવેશ કરાયો છે. જેમને જે તે બેન્કમાં પોતે લઈ જઈને તેમના વીમા લેવાની કાર્યવાહીનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી વીમા કવચ યોજનાના રૂ.12 લેખે 1000 વ્યક્તિના રૂ. 12,000 નરેન્દ્રભાઈ સોની દ્વારા પોતે જ ભરવામાં આવી રહ્યાં છે.

આ યોજનામાં જે 1000 વ્યક્તિઓના નામ છે તે પૈકી અનેક લોકો હજુ બેંકના એકાઉન્ટ પણ નથી ધરાવતા ત્યારે આ યોજના માટે સૌપ્રથમ તેવા લોકોના બેંક એકાઉન્ટ પણ ખોલાવી આપવાની તજવીજ આ ટીમ દ્વારા જ હાથ ધરાઈ છે.

સપ્ટે.ના અંત સુધીમાં હું મારો સંકલ્પ પૂરો કરીશ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે મેં કરવા ધારેલ સંકલ્પ અંતર્ગત તમામ 1000 વ્યક્તિઓના જીવન વીમા કવચનું આ કાર્ય આ માસના અંત સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. આ યોજનાનો લાભ ગરીબ મધ્યમવર્ગના તેમજ હોમગાર્ડ જવાનોને મળતા અકસ્માતના સંજોગોમાં મૃત્યુ તથા તેમના પરિવારને આર્થિક સહારો થશે.>નરેન્દ્ર સોની, જિલ્લા ભાજપ મહામંત્રી

બે લાખ રૂપિયા મળશે
પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ જિલ્લાના 1000 વ્યક્તિઓનો વીમો કરાવવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. વર્ષ દરમિયાન ન કરે નારાયાણ ને વીમા ધારકને કંઇ થઇ જાય તો તેમના સ્વજનને બે લાખ રૂપિયા મળશે. આકસ્મિક મૃત્યુના કિસ્સામાં આ રકમ ગરીબ વિમા ધારકના પરિવારને મોટો આર્થિક ટેકો કરશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો