રિયાલિટી શો / પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરી ‘નચ બલિયે 9’ના વિજેતા બનશે? વિનર્સ લિસ્ટ લીક થયું

Will Prince Narula and Yuvika Chaudhary be the winners of Nach Baliye 9? list leaked

Divyabhaskar.com

Nov 01, 2019, 03:55 PM IST

મુંબઈઃ સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ આ વખતે ઘણો જ ચર્ચામાં રહ્યો છે. હવે, આ શો પૂરો થવામાં છે. ચર્ચા છે કે આ શોના વિનર પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરી બનશે.

પ્રિન્સ નરુલા-યુવિકા વિનર બનશે?
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘નચ બલિયે 9’ના ગ્રાન્ડ ફિનાલેનું શૂટિંગ થઈ ગયું છે અને તેમાં પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરીના હાથમાં ચેક તથા ટ્રોફી છે. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ તથા યુવિકાની લવસ્ટોરી સલમાન ખાનના શો ‘બિગ બોસ’માં શરૂ થઈ હતી. આ શો પણ પ્રિન્સ નરુલાએ જીત્યો હતો. ઘરમાંથી બહાર નીકળ્યાં બાદ પ્રિન્સ નરુલા તથા યુવિકાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જો પ્રિન્સ નરુલા ‘નચ બલિયે 9’ જીતશે તો આ તેનો ચોથો રિયાલિટી શો હશે. આ પહેલાં પ્રિન્સ ‘રોડિઝ 12’ તથા ‘સ્પ્લિટ્સવિલા 8’ તથા ‘બિગ બોસ 9’માં વિનર રહ્યો હતો.

આ બે જોડીઓ રનર અપ રહી
ફર્સ્ટ રનર-અપ જોડી અનિતા હસનંદાની તથા રોહિત બન્યા છે, જ્યારે સેકન્ડ રનર-અપ તરીકે વિશાલ સિંહ તથા મધુરીમા તુલીની જોડી રહી હતી.

પ્રિન્સ-યુવિકા ટીવીના ફેવરિટ કપલ છે
પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરી ટીવીના સૌથી જાણીતા કપલ છે, બંનેએ શોમાં શરૂઆતથી જ શાનદાર પર્ફોર્મન્સ આપીને ચાહકો તથા જજીસને ઈમ્પ્રેસ કર્યાં હતાં.

X
Will Prince Narula and Yuvika Chaudhary be the winners of Nach Baliye 9? list leaked

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી