• Home
  • Lifestyle
  • Travel
  • Will be able to show support and driving license from DigiLocker as passenger ID proof on the train.

સુવિધા / ટ્રેનમાં યાત્રી આઈડી પ્રૂફ તરીકે ડિજિલોકરથી આધાર અને ડ્રાઈવિંગ લાઈસન્સ બતાવી શકશે

Will be able to show support and driving license from DigiLocker as passenger ID proof on the train.

Divyabhaskar.com

Mar 01, 2020, 05:36 PM IST

ટ્રાવેલ ડેસ્ક. હોળી પર મુસાફરી કરતા યાત્રીઓને હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન આઈડી પ્રૂફની હાર્ડ કોપી રાખવાની જરૂર નથી. ભારતીય રેલવે યાત્રીઓ માટે ખાસ સુવિધા શરૂ કરી છે. હવે મુસાફરો ડિજિલોકરથી આધાર અને ડ્રાઈવિંગ લાઈસન્સ બતાવી શકે છે. ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે આ પગલું ભર્યું છે. હવેથી તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો ડિજિલોકર એપમાં રહેલ આઈડી પ્રૂફ સંબંધિત દસ્તાવેજને ટિકિટ ચેક કરનાર સ્ટાફને બતાવી શકો છો. ભારત સરકારે ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત આ ડિજિલોકર અકાઉન્ટની સુવિધા શરૂ કરી છે.

જાણો કેવી રીતે લાભ ઉઠાવી શકો છો
મુસાફર હવે M-Aaadhaarને આઈડી પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકે છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ટ્વીટ અનુસાર, હવે M-Aaadhaar, ઈ- આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ મુસાફરી દરમિયાન માન્ય ગણાશે. યાત્રી મોબાઈલની મદદથી તેમનું વેરિફેક્શન કરાવી શકે છે. તેમાં તમે 1GB સુધીનું ક્લાઉડ સ્પેસ ફ્રી મેળવી શકો છો. આ એપમાં તમે ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખી શકો છો. જરૂર પડવા પર આ ડિજિલોકરનો ઉપયોગ કરી શકો છો.

ડિજિલોકરે ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું કે, હવે ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રી ડિજિલોકરથી આધાર અને ડ્રાઈવિંગ લાઈસન્સ આઈડી પ્રૂફ તરીકે બતાવી શકે છે. આ ટ્વીટ બાદ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ રીટ્વીટ કરી હતી.


સૌથી પહેલા તમારે તમારા ફોનમાં m-Aadhaar ડાઉનલોડ કરવાનું રહેશે. આધાર કાર્ડ હોલ્ડર પ્લેસ્ટોર પરથી m-Aadhaar એપને મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી શકે છે.

તેનાથી ઓળખની ચકાસણી કરવા માટે આઈડી પ્રૂફ બતાવવાની પ્રક્રિયા સરળ થઈ જાય છે. આ ઈન્ટરફેસ દ્વારા આધારકાર્ડ હોલ્ડર પોતાનું નામ, ઉંમર, ફોટો જેવી જાણકારી ફોનમાં રાખી શકે છે. આ એપ અત્યારે માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ios યુઝરને આ એપ માટે થોડી રાહ જોવી પડશે.

X
Will be able to show support and driving license from DigiLocker as passenger ID proof on the train.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી