તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કુંવારો હોવાનું કહી બીજાં લગ્ન કરી લેનાર પતિ સામે પત્નીની ફરિયાદ

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસો સુધી ઘરની બહાર રહેતા પતિની પોલ RTIમાં ખૂલી
  • સરારનો શખ્સ બીજી પત્ની સાથે હાથીખાનામાં રહેતો હતો

વડોદરા જિલ્લામાં સરાર ગામમાં રહેતી મહિલાએ વરણામા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ પોતે અપરિણીત છે તેમ દર્શાવીને તેની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા હતા. બીજા લગ્ન કર્યા બાદ પતિ શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતો હોવાનું જણાવી તેણે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નવાપુરા પોલીસે આ ફરિયાદ વરણામા પોલીસે ટ્રાન્સફર કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસના સંબંધમાં વિવિધ લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.વડોદરા જિલ્લાના સરાર ગામમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ તેના પતિ સદ્દામ હુસૈન રફીક સિંધી અને તેમની બીજી પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી કે સદ્દામ સાથે તેના લગ્ન 2013માં થયા હતા.

લગ્ન પછી છ વર્ષ સુધી તેના પતિએ તેની સાથે સારો વ્યવહાર રાખ્યો હતો અને તેને બે બાળકો પણ છે. જોકે છેલ્લા દોઢ વર્ષથી તેના પતિનું વર્તન બદલાઈ ગયું હતું અને કોઈ બહાનું કાઢી તેની મારઝૂડ કરવાનું ચાલુ કર્યું હતું. તેને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. તેના સાસુ-સસરા વચ્ચે પડે તો પણ તે તેમને ડરાવી ધમકાવીને ચૂપ કરી લેતો હતો અને ઘણા દિવસો સુધી ઘરે આવતો ન હતો. જેથી તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે, તેના પતિએ હાથીખાના વિસ્તારમાં રહેતી યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા છે અને તે અત્યારે હાથીખાના વિસ્તારમાં જ રહે છે.

તેના પતિએ તેની દૂરની જેઠાણી કે જેણે છુટાછેડા લીધેલા છે તેની સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તેનો પતિ ઘરે આવતા તેણે આ વિશે વાતચીત કરી હતી જેથી તેનો પતિ ઉશ્કેરાયો હતો અને મેં બીજું લગ્ન કરી લીધું છે, મારે તારી જરૂર નથી, તું પિયર જતી રહે તેમ જણાવી મારઝૂડ કરી હતી. ત્યારબાદ તેના સસરાએ આરટીઆઇ કરી માહિતી માગતા મહિલાના પતિએ બીજા લગ્નના લગ્ન નોંધણીમાં પોતે અનમેરીડ હોવાનું જણાવ્યું હતું અને ખોટો પુરાવો ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેના પતિ અને પતિની બીજી પત્નીએ તેની સાથે ઝઘડો કર્યો હતો. જેથી તેણે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો