આંકડા / જથ્થાબંધ મોંઘવારી દર ઓગસ્ટમાં 1.08% પર સ્થિર, ફ્યુઅલ-પાવરના મોંધવારી દરમાં ઘટાડો ચાલુ

Wholesale inflation stabilizes at 1.08% in August, fuel-power inflation continues to fall

  • ફ્યુઅલ-પાવર બાસ્કેટનો મોંઘવારી દર ઓગસ્ટમાં (-)4 % રહ્યો, જુલાઈમાં(-) 3.64% હતો
  • ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર વધીને 7.67% થયો, જુલાઈમાં 6.15% હતો

Divyabhaskar.com

Sep 16, 2019, 04:07 PM IST

નવી દિલ્હીઃ જથ્થાબંધ મોંઘવારી દર ઓગસ્ટમાં ખાદ્ય વસ્તુઓની કિંમતો વધવા છતા 1.08 ટકા પર સ્થિર રહ્યો છે. જુલાઈમાં પણ આ જ દર હતો. ગત વર્ષે ઓગસ્ટમાં તે 4.62 ટકા રહ્યો હતો. ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર જુલાઈમાં 6.15 ટકાની સરખામણીમાં ઓગસ્ટમાં 7.67 ટકા રહ્યો હતો. શાકભાજી અને પ્રોટીનની અધિકતા વાળી વસ્તુઓ મોંઘી થવાથી મોંઘવારી પર વધુ અસર પડી.

શાકભાજીની મોંઘવારી દર જુલાઈમાં 10.67 ટકા હતો. ઓગસ્ટમાં તે 13.07 ટકા રહ્યો હતો. ઈંડું, માસ અને માછલી જુલાઈમાં 3.16 ટકાની સરખામણીમાં 6.60 ટકા મોંઘા થયા હતા. જોકે ફ્યુઅલ એન્ડ પાવર બાસ્કેટના મોંઘવારી દરમાં ઘટાડો ચાલુ છે. ઓગસ્ટમાં તે (-)4 ટકા રહ્યો હતો. જુલાઈમાં તે(-)3.64% હતો.

રિટેલ મોંઘવારી દર 10 મહીનામાં સૌથી વધુ

રિટેલ મોંઘવારી દરના આંકડા ગત સપ્તાહે જાહેર થયા હતા. જે ઓગસ્ટમાં વધીને 3.21 ટકા થયો હતો. તે 10 મહીનામાં સૌથી વધુ છે. આનાથી વધુ 3.38 ટકા ઓક્ટોબર 2018માં હતો. ઓગસ્ટમાં ખાદ્યવસ્તુઓની કિંમત વધવાથી મોંઘવારી દર પર અસર થઈ. ફુડ બાસ્કેટનો મોંઘવારી દર 2.99% એ પહોંચ્યો હતો. જુલાઈમાં 2.36 ટકા હતો. સાંખ્યિકી વિભાગે ગુરૂવારે આંકડા જાહેર કર્યા. રિટેલ મોંઘવારી દર આ વર્ષે જુલાઈમાં 3.15 ટકા હતો.

X
Wholesale inflation stabilizes at 1.08% in August, fuel-power inflation continues to fall
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી