તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Wholesale Inflation Also Increased After Retail Inflation, Reaching 3.1% In January; Most In The Last 9 Months

રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારીમાં પણ વધારો, જાન્યુઆરીમાં 3.1%એ પહોંચ્યો; છેલ્લા 9 મહિનામાં સૌથી વધુ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જથ્થાબંધ મોંઘવારી દર ગત વર્ષે જાન્યુઆરીમાં 2.76%, ડિસેમ્બરમાં 2.59% હતો
  • ગત મહિને ડુંગળીનો રેટ 293% વધ્યો, બટાકાની કિંમતમાં 37.34% વધારો

નવી દિલ્હીઃ ડિસેમ્બર બાદ હવે જાન્યુઆરીમાં પણ રિટેલ મોંઘવારી બાદ જથ્થાબંધ મોંઘવારીમાં વધારો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરી 2020માં થોક મૂલ્ય ઈન્ડેક્સ આધારિત ઈન્ફલેશન 3.1 ટકા પર આવી ગયું છે. તે છેલ્લા નવ મહિનામાં સૌથી વધુ છે. મેન્યુફેકચર્ડ પ્રોડકટ્સની કિંમતોમાં વધારાને કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે. વર્ષ 2019ની સમાન અવધિમાં જથ્થાબંધ મૂલ્ય ઈન્ડેક્સ આધારિત ઈન્ફલેશન 2.76 ટકા હતો. ગત મહિને ડિસેમ્બરમાં તે 2.59 ટકા હતો. જથ્થાબંધ મૂલ્ય ઈન્ડેક્સમાં મેન્યુફેકચર્ડ પ્રોડક્ટનો હિસ્સો 64.23 ટકા છે.

શાકભાજીની કિંમતમાં 52.72% તેજી
જાન્યુઆરીમાં શાકભાજીની કિંમતમાં 52.72 ટકા વધારો થયો છે. આ દરમિયાન ડુંગળીની કિંમતમાં 293 ટકા તો બટાકાની કિંમતમાં 37.34 ટકાનો વધારો થયો છે. ગાજરના ભાવ 85 ટકા, ફલાવરના 59 ટકા અને કોબીચના ભાવ 43 ટકા વધ્યા. ફળોમાં પપૈયા એક વર્ષ પહેલાની સરખામણીએ જાન્યુઆરીમાં 41 ટકા, અનાનસ 40 ટકા અને સંતરા 39 ટકા મોંઘા થયા. ઈંડા, માંસ અને માછલીના ભાવ 6.73 ટકા વધ્યા. મસાલાનો મોંઘવારી દર 21.53 ટકા રહ્યો. મેન્યુફેકચર્ડ પ્રોડક્ટસનો જથ્થાબંધ મોંઘવારી દર 7.05 ટકા રહ્યો. 

જથ્થાબંધ મોંઘવારી દરમાં સતત ત્રીજા મહિને વધારો

મે2.79%
જૂન2.02%
જુલાઈ1.08%
ઓગસ્ટ1.17%
સપ્ટેમ્બર 0.33%
ઓક્ટોબર0.16%
નવેમ્બર0.58%
ડિસેમ્બર 2.59%
જાન્યુઆરી3.1%

રિટેલ મોંઘવારી દર પણ 68 મહીનાના ઉચ્ચ સ્તર પર
આ સપ્તાહની શરૂઆતમાં સરકારે મોંઘવારી દરના આંકડાઓ બહાર પાડ્યા હતા. ખાદ્ય વસ્તુઓ અને ઈંધણની કિંમતોમાં વધુ વધારાના કારણે જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દર 7.59 ટકાએ પહોંચી ગયો છે. તે છેલ્લા 68 મહીનામાં સૌથી વધુ છે. આ પહેલા મે 2014માં 8.33 ટકા હતો. અર્થવ્યવસ્થાને બેવડો ઝટકો લાગ્યો છે. એક તરફ રિટેલ મોંઘવારી દર રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યો. મેન્યુફેકચરિંગ સેકટરમાં સુસ્તીના કારણે ડિસેમ્બરમાં  ઔદ્યોગિક ઉત્પાદનના ઈન્ડેક્સ(IIP)માં 0.3 ટકાનો ઘટાડો આવ્યો છે. કેન્દ્રીય સાંખ્યિકી વિભાગે બુધવારે મોંઘવારી દર અને IIPના આંકડાઓ બહાર પાડયા છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો