તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પોલિટીકલ:રાપર ધારાસભ્યના ક્લાર્કને ધમકી આપનાર ‘બાપુ’ કોણ?

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાની ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા શૈલેષ ભાણજીભાઇ મકવાણા (સુથાર)એ ફરિયાદ નોંધાવી છે કે, તા.15/10ના રાત્રે બાબુલાલ રતનશી સુથારનો મોબાઇલ પર ફોન આવ્યો હતો જેમાં ફોનમાં ઘોંઘાટ આવતો હોઇ ત્યારે વાત થઇ શકી ન હતી. પરંતુ ફરી તેમના ફોન ઉપરથી ફોન આવ્યો હતો અને સમાજમાં શું મુક્યું છે તેમ કહેતાં બાબુલાલે જણાવ્યું હતું કે દલીત સમાજના સમાચાર મુક્યા છે આવા ધંધા શું કામ કરો છો બધાને ભોગવવું પડશે તેમ કહેતાં તેમણે ઇરાદા પૂર્વક નથી મુક્યું તેમ છતાં તમે ક્યો તો ડીલીટ કરી નાખું જણાવતાં બાબુલાલ ઉશ્કેરાઇ ગયા હતા. ગાળો બોલવા માંડ્યા હતા અને તરત બીજી વ્યક્તીએ ફોન લઇ લીધો હતો જેમાં બાપુ બોલતા હોય તેવું લાગતાં તેમણે બાપુ બાપુ કહીને વાત કરી હતી તેમ છતાં તે વ્યક્તીસએ તારૂં કુટુંબ હતું ન હતું થઇ જશે કહી તું ક્યાં છો કહેતાં તેમણે માફી માગી હોવા છતાં ઉશ્કેરાઇ જઇ ગાળો બોલતાં તેમણે તમે હઠુભા બાપુ બોલો છો કહેતાં હું જે બલતો હોઉ એ તમે તમારી મર્યાદામાં રહેજો કહી ફરી ફોન ઉપર બાબુલાલ સુથારે લીધો હતો અને તેમને જણાવ્યું હતું કે ફોન હઠુભા બાપુને આપો હું ખાત્રી આપું કે મારે ઉંડું નથી ઉતરવું કહેતાં જ બાબુલાલે ફોન કાપી નાખ્યો હતો. અલબત શૈલેષ ભાણજી લોહાર અને ભાવેશ મારુ વિરુદ્ધ સુથાર સમાજના આગેવાનોએ રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે તથા સમાજવાડી, સમાજને રાજકીય રીતે બદનામ કરી રહ્યો છે. તેવો પ્રતિ આક્ષેપ સુથાર સમાજના કેટલાક અગ્રણીઓએ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો