મહારાષ્ટ્ર / શિવસેનાના મોં સુધી પહોંચેલો સત્તાનો કોળીયો છીનવી લેનાર અજીત પવાર કોણ છે?

Who is Ajit Pawar who snatched the power cord from the Shiv Sena's Mo ...

Divyabhaskar.com

Nov 23, 2019, 03:11 PM IST

નેશનલ ડેસ્કઃ મહારાષ્ટ્રમાં ગણતરીના કલાકોમાં જ રાજકારણના તમામ સમીકરણો બદલાઈ ગયા છે. આ સમીકરણો બદલવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અજીત પવાર એ શરદ પવારના મોટાભાઈ અનંતરાવ પવારના દિકરા છે એટલે કે શરદ પવારના ભત્રીજા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં શિવસેના-NCP-કોંગ્રેસ ગઠબંધન માટે વાટાઘાટ થઈ હતી. ગઈકાલ સાંજે લગભગ આ માટે નોંધપાત્ર પ્રગતિ સાંધવામાં આવી હતી, પરંતુ આજ સવારે રાજ્યમાં સત્તાના તમામ સમીકરણો બદલાઈ ગયા.

NCP અધ્યક્ષ શરદ પવાર અને તેમના પરિવારની પરંપરાગત બેઠક રહેલી બારામતી બેઠક પરથી વિધાસનસભાથી ચુટાઈને આવ્યા છે. વર્ષ 1991થી તેઓ આ બેઠક પરથી ચૂટણી લડતા આવ્યા છે. અજીત પવારનો જન્મ 22મી જુલાઈ,1959ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં થયો હતો. તેઓ શરદ પવારની આંગળી પકડીને રાજકારણમાં આવ્યા છે. અજીત પવારની રાજકીય કારકિર્દી 22 વર્ષની ઉંમરે 1982માં શરૂ થઈ હતી. તે સમયે તેઓ સુગર સહકારી સંસ્થા માટે ચૂંટણી લડ્યા હતા.

વર્ષ 1991માં તેમણે પુણે જિલ્લાની સહકારી બેન્કના અધ્યક્ષ બન્યા અને 16 વર્ષ સુધી આ પદ પર રહ્યા. વર્ષ 1991માં તેઓ બારામતી ક્ષેત્રમાંથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. પરંતુ તેમણે શરદ પવાર માટે આ બેઠક ખાલી કરી આપી હતી, તે સમયે શરદ પવાર નરસિંહ રાવ સરકારમાં ભારતના સંરક્ષણ પ્રધાન હતા. વર્ષ 1992માં તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણી જીતી 1992માં કૃષિ અને વીજળી પ્રધાન બન્યા. આ સાથે તેઓ વર્ષ 1995, વર્ષ 1999, વર્ષ 2004, વર્ષ 2009 અને વર્ષ 2014માં બારામતી ક્ષેત્રમાંથી ચૂંટણી જીતતા આવ્યા છે. તેઓ કૃષિ, બાગાયતી અને વીજળી રાજ્ય પ્રધાન, જળ સંશાધન પ્રધાન જેવા મહત્વના પદ પર કામ કરી ચુક્યા છે.

આ ઉપરાંત વર્ષ 2009માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ અજીત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનવા ઈચ્છતા હતા, પરંતુ તે સમયે છગન ભુજબળને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવેલા. અલબત તેઓ વર્ષ 2010માં રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. તેમ જ 29મી સપ્ટેમ્બર, 2012 થી 25મી સપ્ટેમ્બર, 2014 દરમિયાન તેઓ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. વર્ષ 2013માં તેમનું નામ સિંચાઈ કૌભાંડમાં આવતા તેમને પદ પરથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. આ સાથે હવે મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય વળાંક આવ્યો છે અને રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને અજીત પવાર ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

X
Who is Ajit Pawar who snatched the power cord from the Shiv Sena's Mo ...
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી