તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:વઢવાણમાં સફેદ રીંગણનું વાવેતર અને શાકમાર્કેટમાં વેચાણ શરૂ થયું

વઢવાણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિપુલ પ્રમાણમાં વાવેતરથી સસ્તા મળી રહ્યાં છે
  • ઓળાના સ્વાદરસિકોમાં સફેદ રીંગણની બોલબાલા

ઝાલાવાડમાં શિયાળાની ઠંડીમાં રીંગણાના ઓળાની મોજ જામે છે ત્યારે વઢવાણ પંથકમાં કાળા નહીં ૫રંતુ સફેદ રીંગણાની ભારે બોલબાલા જોવા મળે છે. હાલ વઢવાણ શાકમાર્કેટમાં સફેદ રીંગણાનું વેચાણ ખુદ મહિલા ખેડૂતોએ શરૂ કર્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાના પ્રારંભે જ કાળા રીંગણાનો ઓળાની ભારે મહત્વ છે. આથી માર્કેટીંગ યાર્ડ, શાકમાર્કેટોમાં રીંગણાનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. જેના કારણે રીંગણાનો ભાગ સસ્તો થતા રીંગણાના ભડથાના શોખીનોએ ખરીદી શરૂ કરી છે. ત્યારે વઢવાણ પંથકમાં કાળા રીંગણાને બદલે સફેદ રીંગણાનું વાવેતર થયુ છે. આ સફેદ રીંગણાનું બિયારણ અલગ જ હોવાથી તેનું ઉત્પાદન પણ સારૂ થાય છે. હાલ ઠંડીનું પ્રમાણ વધતા સફેદ રીંગણાનું બજારમાં આવક શરૂ થઈ ગઈ છે. આથી વઢવાણની શાકમાર્કેટમાં ખુદ ખેડૂતો જ સફેદ રીંગણાના વેચાણ માટે આવતા જોવા મળે છે.

આ અંગે દલવાડી રંભાબેને જણાવ્યુ કે વઢવાણ ગણપતિ મંદિર તરફ અમો સફેદ રીંગણનું વાવેતર કરીએ છીએ. આ રીંગણ સ્વાદમાં જીભને ગમે તેવા હોવાથી સ્વાદરસીકોમાં પ્રીય છે અને વેચાણ વધુ થાય છે.આ અંગે કૃષિ નિષ્ણાંત ભરતભાઈએ જણાવ્યુ કે, વઢવાણના ગામડામાં સફેદ રીંગણનું વાવેતર શરૂ થયુ છે. આથી લોકોને કાળાકે કથ્થઈ રીંગણાના ઓળાની જેમ જ સફેદ રીંગણના ઓળાની સ્વાદ રસિકોમાં બોલબાલા જોવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો