પૂજા / દિવાળીએ રાતે સુખ-સમૃદ્ધિની કામનાથી કઇ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઇએ?

Where should a diwali lamp will be light at night with the desire of happiness and prosperity?

 • ઘરના ફળિયામાં તુલસી પાસે અને લક્ષ્મીજીના સ્વાગતના ભાવથી દરવાજાની બંને બાજુ દીવો પ્રગટાવવો જોઇએ

Divyabhaskar.com

Oct 26, 2019, 11:43 AM IST

ધર્મ ડેસ્કઃ રવિવાર, 27 ઓક્ટોબરે દિવાળીએ રાતે ઘરની આસપાસ લક્ષ્મીજીના સ્વાગત માટે દીવો પ્રગટાવવો જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે દિવાળીએ રાતે થોડી ખાસ જગ્યાએ દીવો જરૂર પ્રગટાવવો જોઇએ. જાણો આ જગ્યાઓ કઇ-કઇ છે...

લક્ષ્મી પૂજા પહેલાં મુખ્ય દ્વારે બંને બાજુ સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો. જો ઘરમાં ફળિયું હોય તો ઘીનો એક દીવો ફળિયામાં પ્રગટાવવો જોઇએ. ફળિયું ના હોય તો ઘરના મુખ્ય રૂમમાં ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ.

 • લક્ષ્મી પૂજા બાદ તુલસીના છોડ નીચે પણ એક દીવો પ્રગટાવવો જોઇએ.
 • ઘકની આસપાસ સ્થિત મંદિરમાં દીવો પ્રગટાવવો જોઇએ. પાંચ ઘીના દીવા લઇ જવા અને તમારા ઇષ્ટદેવ સિવાય શિવ મંદિર અને અન્ય દેવી-દેવતા સામે પણ દીવો પ્રગટાવવો. સમૃદ્ધિની કામના કરવી.
 • ઘરની પાસે મુખ્ય ચાર રસ્તે દીવો પ્રગટાવી ઘરે પાછા ફરવું. લક્ષ્મી પૂજા બાદ કોઇ પીપળાની નીચે પણ દીવો પ્રગટાવવો જોઇએ. ઘરની આસપાસ ક્યાંય અંધારું જોવા મળે તો ત્યાં પણ દીવો પ્રગટાવીને અજવાળું કરી દેવું.
 • બે દીવા રસોડામાં પ્રગટાવવાં. જેથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને અનાજના ભંડારમાં વૃદ્ધિ થાય છે.
 • ભગવાન કુબેરની પ્રાર્થના કરતાં તલના તેલનો દીવો તિજોરી પાસે પ્રગટાવો.
 • ઘર પાસે નદી અથવા નહેર વહેતી હોય તો કિનારે દીવો પ્રગટાવવો જોઇએ. સંભવ ન હોય તો ઘરમાં જળના કોઇપણ સ્ત્રોત નજીક એક દીવો જરૂર પ્રગટાવવો. કહેવાય છે કે, માતા લક્ષ્મીજી જળ સ્વરૂપે પણ ઘરમાં ઉપસ્થિત રહે છે.
 • ઘરના ચારેય ખુણામાં ચૌમુખી દીવો પ્રગટાવવો અને ભગવાન ગણેશ પાસે સુખ-સમૃદ્ધિની કામના જરૂર કરવી.
 • ઘરમાં દીવો પ્રગટાવતી સમયે સાવધાની રાખવી. દીવા પાસે કપડાં અથવા અન્ય કોઇ જ્વલનશીલ વસ્તુઓ રાખવી નહીં.
X
Where should a diwali lamp will be light at night with the desire of happiness and prosperity?
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી