માવઠું / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છ અને બનાસકાંઠામાં ઝાપટું, આજે પણ કમોસમી વરસાદની આગાહી

  • 12 વાગ્યે દયાપર, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવરમાં ઝાપટું પડ્યું
  • જખૌ બંદર, ઘડુલી સહિતના વિસ્તારોમાં સવારે પણ ઝરમર વરસાદ

Divyabhaskar.com

Dec 12, 2019, 11:53 AM IST
દયાપર: જન્મુ-કાશ્મીરમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બનાસકાંઠાના અંબાજી તથા કચ્છ નખત્રાણા, લખપત અને અબડાસાના ઘણા વિસ્તારમાં કમોસમી માવઠું થયું હતું. મોડી રાત્રે લખપત તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. જ્યારે જખૌ બંદર સહિતના વિસ્તારોમાં સવારે પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે. જમ્મુ કાશ્મીરની સિસ્ટમને કારણે દિવસભર વાછળછાયું વાતાવરણ રહ્યું હતું.
હવામાન વિભાગે આગાહી કરી હતી
લખપત તાલુકાના દયાપર, ઘડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવર સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે 12 વાગ્યે ઝાપડું પડ્યું હતું. જેમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગે જન્મુ-કાશ્મીરની સિસ્ટમના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.
(તસવીર અને માહિતી: ભરત ત્રિપાઠી, દયાપર)
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી