સન્માન / વેલ વિશર વિમેન્સ ક્લબને મળ્યો ‘જાયજેન્ટિક બુક બાય ફિમેલ્સ’ નો નવો પુરસ્કાર

Well Wisher Women Club get Gigantic Book By Females Award

Divyabhaskar.com

Nov 19, 2019, 04:11 PM IST

ડેલાવર (રેખા પટેલ દ્વારા): વેલ વિશર વિમેન્સ ક્લબની ૩૦ લેખિકાઓના સહિયારા સર્જન દ્વારા લખાયેલ પુસ્તક ‘મીણ પાષાણ’નાં દરેક પ્રકરણ નવા વિચારો સાથે નવો રોમાંચ આપે છે. જેની નોંધ ‘INDIA BOOK OF RECORDS’માં લેવામાં આવી છે.

2018માં વેલ વિશર વિમેન્સ ક્લબ અંતર્ગત નીતાબેન શાહના નેતૃત્વમાં અને એકતાબેન દોશીની દોરવણી હેઠળ આ સહિયારી નવલકથા ‘મીણ-પાષાણ’નું સર્જન થયું હતું. મારા સહિત ત્રીસ લેખિકાઓ દ્વારા રચિત આ નવલકથાને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ દ્વારા જાયજેન્ટિક બુક બાય ફિમેલ્સ ઘોષિત કરવામાં આવી છે.

ડિસેમ્બર ૨૦૧૮માં પ્રસિધ્ધ સાહિત્યકાર ધીરુબેન પટેલનાં હસ્તકે આ સહિયારી નવલકથા ‘મીણ પાષાણ’ પબ્લીશ થઈ હતી.

‘મીણ પાષાણ’ નવલકથા એના ટાઇટલમાં જ ઘણુ કહી જાય છે. પીડાએલી સ્ત્રી જ્યારે દુર્ગા બને છે ત્યારે બધુ જ પલટાવી નાખે છે. અહીં એક-બે નહી પણ ત્રીસ-ત્રીસ બહેનોએ પરકાયા પ્રવેશ કરીને નાયિકાને દુર્ગા બનાવી છે. જે નાયિકા મીણ જેવી નરમ, મુલાયમ અને પીગળી જવાનો ગુણધર્મ ધરાવતી હતી. પણ બહુરૂપી સમાજ અને સમયે એને ટીપી ટીપીને કાળમીંઢ પથ્થર બનાવી દીધાની વાત છે.

આ થ્રિલર બુક ‘મીણપાષાણ’ અમદાવાદ પુસ્તક મેળામાં અને અમોલ પ્રકાશનમાં ઉપલબ્ધ છે.

નીતાબેન શાહ, આ ક્લબના ફાઉન્ડર મેમ્બર છે, ક્લબનું મૂળ સ્થળ અમદાવાદ છે. સ્ત્રીઓની સંસ્થા હોવા છતાં અહીં ઈર્ષા,અહં કે ફાલતું ગોસિપનું નામોનિશાન નથી. નાણાંકીય કોઈ લેવડદેવડ નથી. પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને એકતાનાં પાયા પર આ ક્લબનું સર્જન થયેલું છે. એક પ્રેમાળ પરિવારનો માહોલ છે. આજે આ ક્લબને ઝળહળતા પાંચ વર્ષ પુરા થયા છે. અમદાવાદ, ગુજરાત કે ભારતમાં જ નહિ પણ પરદેશમાં રહેતી એન.આર.આઈ. બહેનો પણ આ પરિવારનો અંશ બની ચૂકી છે.

કલબની મુખ્ય પ્રવૃત્તિમાં સ્ત્રીઓમાં રહેલી સુષુપ્ત કળાને ઓળખવી અને એને વિકસિત કરવાનો નમ્ર પ્રયાસ કરવો. દર મહિને એક વાર શિબિરનું આયોજન કરી શક્ય તેટલી બહેનો મળે છે. ગઝલ કાવ્ય અને વાર્તા લેખન વિષે વિસ્તૃત ચર્ચા તથા યોગ્ય માર્ગદર્શન માટે રાહ ચીંધી શકે તેવા આમંત્રિત મહેમાન પાસે દરેક વખતે કઈક શીખતા રહે છે.

સૌ લેખિકા સખીઓનો સાથ, સહકાર, વિશ્વાસ અને લાગણીનાં કારણે જ એક જ વરસ..૨૦૧૮ના એકજ વર્ષમાં બે સહિયારી નવલકથા આપી શક્યા છીએ. સહુ દૂર દૂર રહેતા હોવા છતાં સાથમાં પ્રગતિ કરી રહ્યા છીએ.

આ માટે ગ્રુપ લીડર તરીકે નીતાબેનનો ખુબ આભાર, અહી સક્રિય લેખિકા તરીકે સ્થાન પામ્યાનો ખુબ આનંદ સાથે ગૌરવ છે.

X
Well Wisher Women Club get Gigantic Book By Females Award
Well Wisher Women Club get Gigantic Book By Females Award
Well Wisher Women Club get Gigantic Book By Females Award
Well Wisher Women Club get Gigantic Book By Females Award
Well Wisher Women Club get Gigantic Book By Females Award

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી