તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જન્મતારીખ પ્રમાણે 16 થી 22 માર્ચ સુધીનો સમયગાળો તમારા માટે કેવો રહેશે?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 અને 19 તારીખે જન્મેલા લોકોને ભાગ્યનો સાથ મળશે, અંક 5 ધરાવતાં લોકોએ મન શાંત રાખીને કામ કરવું

ધર્મ દર્શન ડેસ્કઃ આ સપ્તાહ એટલે 16 માર્ચથી 22 માર્ચ સુધી થોડાં લોકોએ આકરી મહેનત બાદ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે થોડાં લોકો માટે આ સાત દિવસ પોઝિટિવ રહેશે. અંક જ્યોતિષમાં જન્મ તારીખના આધારે સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો તમારા માટે 16 માર્ચથી 22 માર્ચ સુધીનો સમય તમારાં માટે કેવો રહેશે?

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
આ સાત દિવસોમાં રૂપિયા સાથે જોડાયેલાં મામલાઓમાં ભાગ્ય મહેરબાન રહેશે. જોખમ લેવાથી બચવું અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે વરિષ્ઠ લોકોની સલાહ લેવી. ધૈર્યથી કામ લેવું.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
આ લોકો માટે આ સપ્તાહ સુખ લઇને આવ્યું છે. પહેલાંથી નક્કી કરેલાં કાર્યો પૂર્ણ કરી શકશે. તીર્થ યાત્રાએ જવાની યોજના બની શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય પક્ષનો રહેશે.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
પરિવારની મદદથી અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. પારિવારિક વાદ-વિવાદ આ સપ્તાહ દૂર થઇ શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેશો તો સારું રહેશે.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
આ અંકના વેપારીઓ માટે સમય પક્ષનો નથી. કોઇ મોટો સોદો આ સપ્તાહ થઇ શકે છે. લોકોનું માર્ગદર્શન તમારા માટે જરૂરી છે. ઘર-પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
આ સપ્તાહ તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. મન શાંત રાખીને કામ કરો. પરિવાર અને મિત્રોની મદદથી કામમાં સુધાર થઇ શકે છે.

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ઘર-પરિવારમાં ધૈર્યથી કામ લેવું પડશે. માનસિક તણાવ વધી શકે છે. ધન સંબંધી કાર્યોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. સાવધાન રહીને કામ કરો.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
પહેલાની યોજનાઓના કારણે આજે આકરી મહેનત કરવી પડી શકે છે. આશા પ્રમાણે ફળ મળી શકશે નહીં. મન નિરાશ થઇ શકે છે.

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
આ લોકો માટે આ સપ્તાહ શુભફળ આપનાર રહેશે. આ દિવસોમાં કોઇ મોટી સફળતા મળી શકે છે. પરિવારની મદદથી કામ પૂર્ણ થશે અને શ્રેય મળશે.

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
સાવધાન રહીને કામ કરો, નહીંતર હાનિ થવાના યોગ બનશે. વિવાદની સ્થિતિઓથી બચવાની કોશિશ કરો. લગ્નજીવનમાં ધૈર્યથી કામ લેવું, પ્રેમ જાળવી રાખવો અને ગુસ્સો કરવો નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો