માન્યતા / પૂજામાં ભગવાન વિષ્ણુ સાથે વિરાજિત લક્ષ્મીજીની તસવીર રાખવી, એકલાં લક્ષ્મીજીની પૂજા કરવાથી બચવું

we should remember these tips about goddess laxmi photo on Diwali

  • દિવાળીએ પૂજા માટે કેવી તસવીર શુભ માનવામાં આવે છે, લક્ષ્મીજીનાં પગ દેખાતાં હોય એવી તસવીર ખરીદવી નહીં

Divyabhaskar.com

Oct 26, 2019, 10:20 AM IST

ધર્મ ડેસ્કઃ રવિવાર, 27 ઓક્ટોબરે દિવાળી છે. દિવાળીએ લક્ષ્મીજીની મૂર્તિ સાથે જ તસવીરની પણ પૂજા કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે લક્ષ્મીજીની તસવીર ખરીદતી સમયે થોડી વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

પૂજા માટે લક્ષ્મીજીની એવી તસવીર ખરીદવી, જેમાં તેઓ કમળના આસન ઉપર બેઠા હોય.

  • તસવીરમાં લક્ષ્મીજી સાથે જો ઐરાવત હાથી પણ હોય તો તે પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
  • તસવીરમાં લક્ષ્મીજીની બંને બાજુ બે હાથી વહેતાં પાણીમાં ઊભા હોય અને સિક્કાનો વરસાદ થઇ રહ્યો હોય તો આવી તસવીર પણ શુભ મનાય છે.
  • તસવીરમાં લક્ષ્મીજીના હાથી તેમની સૂંઢમાં કળશ લઇને ઊભા હોય તો એવી તસવીર પણ ઘરની સુખ-સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.
  • લક્ષ્મીજીની એવી તસવીર ખરીદવી નહીં જેમાં દેવીના પગ જોવા મળી રહ્યા હોય. તસવીરમાં લક્ષ્મીના પગ દેખાતા હોય કે લક્ષ્મીજી ઊભા હોય તો આવાં લક્ષ્મીજી એક જ જગ્યાએ સ્થિર થઇ જાય છે. માટે હંમેશાં બેઠા હોય તેવા જ લક્ષ્મીજી પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  • માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે ગરૂડ દેવ પર વિરાજિત હોય તો આવી તસવીર પણ પૂજા માટે શુભ માનવામાં આવે છે. આવી તસવીરની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ સાથે શાંતિ પણ રહે છે. લગ્નજીવનમાં પ્રેમ બની રહે છે.
  • ઘુવડ ઉપર વિરાજિત માતા લક્ષ્મીજીની તસવીર પૂજામાં રાખવી જોઇએ નહીં. માત્ર માતા લક્ષ્મીજીની પૂજા કરવી નહીં. તસવીરમાં ગણેશ ભગવાન અને સરસ્વતીજી પણ હોય તો વધારે શુભ રહે છે. લક્ષ્મીજીની એવી તસવીર પણ શુભ રહે છે, જેમાં તેઓ બંને હાથ દ્વારા ધન વરસાવતાં હોય.
X
we should remember these tips about goddess laxmi photo on Diwali

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી