તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:આપણને અમૂલ્ય દેહ મળ્યો છે તે ભોગનું સાધન નથી: પૂ. ઈશ્વરચરણસ્વામી

નવસારી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મના નિયમો બંધન નથી કિંતુ મુક્તિના સાધનો છે

અનંતકોટિ બ્રહ્માંડના આધિપતિ, સર્વેના કર્તાહર્તા, અવતારીના અવતારી ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મ છે. પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. આ બાબત તથા અક્ષર પુરૂષોત્તમ સિદ્ધાંત સૌએ હૃદયસ્થ કરવાના છે. અત્યારના કોરોના કોવિડ-19 મહામારીના સમયમાં બધાએ ધીરજ રાખી નિયમોનું પાલન કરી કોરોનાથી બચવાનું છે. વિ.સં. 2077નું નૂતન વર્ષ સૌના માટે સર્વપ્રકારે સુખ-શાંતિ અને આરોગ્યપ્રદ રહે તેવા આશીર્વાદ છે. ઉપરોક્ત શબ્દો સદગુરૂ સંત પૂ. ઈશ્વરચરણસ્વામીએ ઓનલાઈન મહાપુજા પ્રસંગે આશીર્વચનો પાઠવતા ઉચ્ચાર્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન અને ભગવાનના સાચા ભક્ત-ગુણાતીત સંતની ઉપાસના સૌએ સમજવા જેવી છે. સ્વરૂપનિષ્ઠાની વાત સમજવી અને અન્યોને સમજાવીને તે મોટી સેવા થયેલી ગણાશે. તેમણે ધર્મ-નિયમો દૃઢતાથી પાળવા તેમજ સંપ, સુહૃદભાવ અને એકતા જાળવી સત્સંગમાં અધ્યાત્મને માર્ગે આગળ વધવા આહવાન કર્યું હતું. ભગવાન અને સંતને અંતરમાં બેસાડવા માટે આપણું અંતર શુદ્ધ-પવિત્ર રાખવું પડશે. અંતરની શુદ્ધિ-પવિત્રતા માટે પ્રગટ ગુરૂહરિ પૂ. મહંતસ્વામી મહારાજનો દૃઢ આશરો કરી તેમની આજ્ઞા પ્રમાણેનું જીવન બનાવવું પડશે. ધર્મના નિયમો બંધન નથી કિંતુ મુક્તિના સાધનો છે.

આપણને અમૂલ્ય દેહ મળ્યો છે તે માત્ર ભોગનું સાધન નથી કિંતુ બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરી આ જન્મ છેલ્લો જ કરી લેવા માટે મળ્યો છે. આંતરદૃષ્ટિ કરવા રહેવાનું છે. એ માટે નિત્ય સત્સંગ તથા દૃઢ આશરો જ એક માત્ર ઉપાય છે. આ બાબતે આપણે દૃઢ કરવી અને બીજાને પણ દૃઢાવવાની છે. સારી રીતે સેવાભક્તિ કરી પૂ. મહંતસ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એજ અભિલાષા.પૂ. આદર્શજીવન સ્વામીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો