તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેરાની:વડનગરમાં નવા બસ સ્ટેશનમાં 20 દિવસથી પાણીનાં ધાંધિયા, પાણીના અભાવે મુસાફરો અને એસટી કર્મચારીઓ હેરાન

વડનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડનગરમાં કરોડોના ખર્ચે બનેલા નવા બસ સ્ટેશનમાં 20 દિવસથી પાણી ન આવતાં મુસાફરો તેમજ એસટી કર્મચારીઓ હેરાન થઈ ગયા છે.પીવાનું પાણી તેમજ શૌચાલયમાં પણ પાણી ન આવતાં ઠેરઠેર ગંદકીના ઢગ ખડકાયા છે.ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી.બીજી બાજુ કંટ્રોલ ઓફિસનો ટેલિફોન પણ શોભાનો ગાંઠિયા સમાન બની ગયો છે.વડનગરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ એસટી ડેપોમાં પાયાની સગવડો પણ નથી. છેલ્લા 20 દિવસથી પાણીનું ટીંપુ આવ્યું નથી. સ્વચ્છતાના નામે શૂન્ય છે.

એક કર્મચારીએ જણાવ્યું કે, દરેક ડેપોમાં સફાઈ માટે કોન્ટ્રાક્ટ અપાય છે. પણ વડનગર ડેપોમાં એક અઠવાડિયાથી પાણી, સફાઇ તેમજ સ્વચ્છતાનો અભાવ છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી, ટોયલેટમાં પણ દુર્ગંધ ફેલાઈ છે. કરોડોનો ખર્ચ કરી આધુનિક બસ સ્ટેશન બનાવ્યું છે, પણ પાયાની સગવડો બિલકુલ નથી. બીજી બાજુ મહિલા શૌચાલય પણ એક અઠવાડિયાથી બંધ છે. રાત્રી રોકાણ કરતા કર્મચારી પાણી માટે વલખાં મારી રહ્યા છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. પાણી માટે એસટી ડેપો દ્વારા રજૂઆતો કરવા છતાં કોઈ વાત ધ્યાને લેતું નથી. બીજી બાજુ શોપિંગ સેન્ટરમાં ખાલી પડેલી દુકાનો પ્રેમીઓનો અડ્ડો બની ગઈ છે. પોલીસને પણ રજૂઆત કરવા છતાં પગલાં લેવાતાં નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો