તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આપઘાત:વખા (ગોળીયા)ના આધેડે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો

દિયોદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિયોદર ફાટક પાસે માલગાડી નીચે ચગદાઈ જતાં મોત

દિયોદરના વખા (ગોળીયા) ગામના 50 વર્ષીય આધેડે ભીલડીથી ભાભર તરફ જતી માલગાડી નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલ્વે પોલીસ દોડી આવી હતી. લાશનું પીએમ કરાવી પરિવારજનોને સોંપી હતી. આધેડના આપઘાતનું કારણ અકબંધ છે.

દિયોદર તાલુકાના વખા (ગોળીયા) ગામના તરસંગજી અરજણજી ડાભી (ઠાકોર) રવિવારે બપોરના સમયે કોઈક અગમ્ય કારણોસર ભીલડીથી ભાભર તરફ જતી માલગાડી નીચે પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. ફાટક પાસે થયેલા મોતથી લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. દિયોદર રેલવે ફાટક પાસેની ઘટના અંગે દિયોદર રેલવે સ્ટેશન માસ્ટર દ્વારા ભીલડી રેલવે પોલીસને જાણ કરાતા હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી. આધેડના આકસ્મિક મૃત્યુથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આધેડના આપઘાતનું કારણ બહાર આ‌વ્યું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો