પેટા ચૂંટણી / અમરાઈવાડી બેઠક પર મતદાન જાગૃત્તિનો નવતર પ્રયોગ, વોટિંગ કરનારને ફ્રી શેવિંગ

  • અમરાઈવાડી બેઠક પર મતદાન જાગૃત્તિનો નવતર પ્રયોગ,  વોટિંગ કરનારને ફ્રી શેવિંગ

Divyabhaskar.com

Oct 21, 2019, 01:00 PM IST

અમદાવાદ: શહેરમાં રાજ્યની અન્ય બેઠકો સાથે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે મતદારોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અનોખો પ્રયોગ હેર સલુનવાળાએ કર્યો હતો. મતદાન કરીને આવનાર મતદાતાને ફ્રીમાં શેવિંગ કરી આપી છે. જેના પગલે મતદારોમાં ઉત્સાહ જળવાઈ રહ્યો છે.
આજ પૂરતી સ્કિમ
અમરાઈવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસ સામે હ્યુન્ડાઈ શોરૂમની બાજુમાં આવેલા કોમ્પલેક્સના પહેલા માળે આવેલા હેર એન્ડ કેર સલૂનમાં મતદાન કરી આવનારને આંગળી પરનું નિશાન બતાવે તો આજના દિવસ પૂરતું મફત શેવિંગ કરી આપવાની જાહેરાત કરી છે. આ માટે સલૂન સંચાલકે બોર્ડ પણ લગાડ્યું છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી