તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફોક્સવેગનની 7 સીટર ટિગુઆન ઓલ સ્પેસ SUV લોન્ચ, કિંમત 33.12 લાખ રૂપિયા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ફોક્સવેગને ઇન્ડિયન માર્કેટમાં તેની ટિગુઆન ઓલ સ્પેસ SUV લોન્ચ કરી દીધી છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 33.12 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કારને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ આ કાર ઓટો એક્સપો 2020માં રજૂ કરી હતી. આ 7 સીટર કાર છે. ઇન્ડિયન માર્કેટમાં 5 સીટર ટિગુઆન પહેલેથી અવેલેબલ છે.
 

એન્જિન ડિટેલ્સ
ટિગુઆન ઓલ સ્પેસમાં BS6 માન્ય 2.0 લિટર TSI ટર્બો ચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 190 Hp પાવર અને 320 Nm ટોર્ક જનરેટ કરે છે. નવી SUVમાં 4 મોશન ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ મળશે. એન્જિનને 7 સ્પીડ DSG ઓટોમેટિક યૂનિટ ટ્રાન્સમિશનથી જોડવામાં આવ્યું છે.

કારનાં સ્પેસિફિકેશન્સ
આ SUVને સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે, જેના કારણે આ પાવર પેક કાર છે. તેમાં ફુલ LED DRLs હેડલાઇટ્સ, પેનોરમિક સનરૂફ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, થ્રી-ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, હેન્ડ્સ ફ્રી બૂટ ઓપનિંગ, લેધર સીટ્સ, કી-લેસ એન્ટ્રી, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 8 સ્પીકર્સ વગેરે ફીચર્સ આપવામાં આવ્યાં છે. સેફ્ટી માટે તેમાં 7 એરબેગ્સ, ESP, ABS, ફ્રંટ અને રિઅર પાર્કિંગ સેન્સર્સ, સીટ બેલ્ટ વોર્નિંગ અને ISOFIX આપવામાં આવ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો