તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરજી:VNSGUમાં PhDની એન્ટ્રન્સ ટેસ્ટ માટે મુહૂર્ત જ નથી નીકળતું, 12 વિદ્યાશાખાના 35 વિષયમાં 2696 વિદ્યાર્થીની અરજી

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. તેવામાં જ યુનિવર્સિટીની 12 વિદ્યાશાખાના 35 વિષયમાં 2696 વિદ્યાર્થીઓએ પીએચડી કરવા માટે ઓનલાઇન અરજી કરી છે. જો કે, દેશભરમાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ ગઈ છે. પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ અંગે હજી સુધી કોઈ જાહેરાત કરાઇ નથી.

અહીં વાત એવી છે કે યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ-2020ને અમલમાં મૂકાયા બાદ એમફીલ (માસ્ટર ઓફ ફિલોસોફી)નો કોર્સ બંધ કરી દેવાયો છે. જેને કારણે એમફીલમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ અપાયો છે. આમ, આવી સ્થિતિને પગલે યુનિવર્સિટીને આ વખતે સૌથી વધારે અરજી પીએચડીની મળી છે. યુનિવર્સિટીને આ વખતે પીએચડીમાં સૌથી વધારે 375 અરજી કોમર્સ, એકાઉન્ટન્સી, સ્ટેટેસ્ટીક, ઇકોનોમિક્સ અને બેંેકિંગના વિષયોમાં મળી છે. માત્ર એક જ અરજી ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોેક્સિકોલોજી, જનરલ મેડિસિન અને માઇક્રોબાયોલોજીમાં મળી છે.

કુલપતિ નિર્ણય લઈ શકે છે
સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારી જણાવે છે કે ગુજરાત સહિતની યુનિવર્સિટીઓમાં પીએચડીની એન્ટ્રસ્ટ ટેસ્ટ લેવાય ગઈ છે. જેથી આપણી પણ યુનિવર્સિટીમાં વહેલી તકે લેવાય તે માટે તાજેતરની સિન્ડિકેટમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની સત્તા ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇને અપાય હતી. જેથી હાલ કોવિડ-19ની સ્થિતિને ધ્યાને રાખી પીએચડીની એન્ટ્રસ્ટ ટેસ્ટ મામલે યોગ્ય નિર્ણય લઈને જાહેરાત કરવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો