અમદાવાદ / બહુચર્ચિત વિસ્મય હીટ એન્ડ રન કેસ ચુકાદો 21 જાન્યુઆરીએ

વિસ્મય શાહની ફાઇલ તસવીર.
વિસ્મય શાહની ફાઇલ તસવીર.

  • વિસ્મય શાહને થયેલી 5 વર્ષની જેલની સજાને ઓછી કરવા તેણે હાઇકોર્ટમાં અરજી કરી છે
  • સરકાર અને ફરિયાદી દ્વારા સજા વધારવાની દાદ માગવામાં આવી

Divyabhaskar.com

Jan 11, 2020, 05:38 AM IST
અમદાવાદ: બહુચર્ચિત વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસમાં સજા સામે થયેલી અરજી પર હાઇકોર્ટમાં 21 જાન્યુઆરીએ ચુકાદો જાહેર કરાશે. વિસ્મય શાહને થયેલી 5 વર્ષની જેલની સજાને ઓછી કરવા તેણે હાઇકોર્ટમાં અરજી કરી છે. તો બીજી તરફ સરકાર અને ફરિયાદી દ્વારા સજા વધારવાની દાદ માગવામાં આવી છે.
હીટ એન્ડ રન બાદ જામીન પર છૂટ્યા પછી પણ તે દારૂની મહેફિલ કરતા ઝડપાયો હતો
સરકાર તરફે એવી દલીલ કરી હતી કે, વિસ્મયે બે આશાસ્પદ યુવાનોના જીવ લીધા છે તે અકસ્માત કરીને સ્થળ છોડી નાસી છૂટ્યો હતો. હીટ એન્ડ રન બાદ જામીન પર છૂટ્યા પછી પણ તે દારૂની મહેફિલ કરતા ઝડપાયો હતો. આ પ્રકારના ગુનેગારોને કડક સજા થાય તો જ હીટ એન્ડ રન કરનારાને યોગ્ય સબક મળી શકે.
X
વિસ્મય શાહની ફાઇલ તસવીર.વિસ્મય શાહની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી