તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:વિશ્ચ ઉમિયા ફાઉન્ડેશનની મહેસાણા જિલ્લામાં ગામદીઠ સમિતિ બનાવાશે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્ચ ઉમિયા ફાઉન્ડેશન મહેસાણાની મળેલી બેઠકમાં સંસ્થા દ્વારા દરેક ગામોની સંગઠન સમિતિ બનાવવાની જાહેરાત કરાઇ હતી. ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મહેસાણા, બહુચરાજી, કડી, જોટાણા, વિસનગર તાલુકાના હોદેદારો હાજર રહી પાટીદારની જનસંખ્યા સાથે શૈક્ષણિક, આર્થિક અને ખેતીલક્ષી જમીનની જાણકારી ફોર્મ ભરાવીને માહીતી એકઠી કરવા તેમજ સમાજના દાતાઓ પાસેથી સહયોગ મેળવી જરૂરમંદોને મદદ પહોંચાડવા માટે કરાયેલા આયોજનથી માહિતગાર કરાયા હતા.

બેઠકમાં મંત્રી વિક્રમભાઈ, પ્રભારી ઉર્વીશભાઈ, જિલ્લા ચેરમેન ડો. વિષ્ણુભાઈ અને મંત્રી રાકેશભાઈ, વી.કે. પટેલ હોદેદારો હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો